ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગે એપમાં વેપારી લૂંટાયો! હાઇવે પર બોલાવી કરી નાખ્યો કાંડ, વલસાડનો બદનામ કિસ્સો

ધરપકડ / ગે એપમાં વેપારી લૂંટાયો! હાઇવે પર બોલાવી કરી નાખ્યો કાંડ, વલસાડનો બદનામ કિસ્સો

Published By: Vishal Khamar

Last Updated: 11:13 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ જિલ્લાના વાપીમાં વેપારી સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ફરી એકવાર ગ્રાઈન્ડર એપ થકી ગુનાઓને અંજામ આપવામાં આવ્યો છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા નો વધુપડતો ઉપયોગ લોકો માટે મનોરંજનના સાધનની સાથે એક દુષણ પણ સાબિત થઈ રહ્યો છે. આ સોશિયલ મીડિયા થકી અસલીતા અને સામાજિક દુષણો વધી રહ્યા છે. તો ક્યારેક ઠગ લોકો પણ લોકોની દુઃખતી નસ પારખી અને સોશિયલ મીડિયા એપ દ્વારા શિકાર બનાવે છે.. અને તેમની સાથે છેતરપિંડી અને લૂંટ પણ આચરતી હોવાના અનેક બનાવો રોજિંદા ધ્યાને આવે છે. ઔદ્યોગિક નગરી વાપીમાં એક વેપારી આવી જ એક ગ્રાઈન્ડર એપ ના ઉપયોગથી લૂંટાઈ ગયો હતો. ત્યારે કેવી છે આ એપ અને રાજસ્થાનની ગેંગે કઈ રીતે આ ગ્રાઈન્ડર એપ થકી વેપારી સાથે કરી હતી લૂંટની ઘટના.???

ધામ ધમકી આપી અપહરણ કરી લૂંટ આચરી

વાપી પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ એક વેપારીએ તેનું અપહરણ થયું હોવાનું અને અજાણ્યા શખ્સોએ તેને ધાક ધમકી આપી અને લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ અજાણ્યા શખ્સોએ તેને વાપી નજીક બોલાવી અને ગાડીમાં બેસાડી ધાકધમકી આપી અપહરણ કરી અને લૂંટ આચરી હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે વેપારીના લૂંટ અને અપહરણ ના મામલાને ગંભીતાથી લઈ તાત્કાલિક તપાસ કરતાં ગણતરીના દિવસોમાંજ રાજસ્થાની ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી છે. જોકે આ ગેંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ સુમેર સિંહ સોઢા હજુ પોલીસ પકડથી દૂર છે. તેને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે.

વાપી પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ

  • કિશોરસિંહ શેતાનસિંહ સોઢા
  • અશોક સિંહ રાજપુરોહિત
  • મનોહરસિંહ સવાઈ સિંહ ચૌહાણ
  • અને મહિપાલસિંહ છોગસિંહ રાઠોડ

ગ્રાઈન્ડર એપ દ્વારા ફરિયાદીને હાઇવે પર બોલાવ્યો

વેપારીના થયેલા અપહરણ અને લૂંટના મામલે પોલીસે ઝડપાયેલ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. હકીકતમાં વેપારીના અપહરણ કરનાર ગેંગ ગ્રાઈન્ડર એપ દ્વારા ફરિયાદીને હાઇવે પર બોલાવ્યો હતો અને ત્યારબાદ તેના સોનાના દાગીના સહિત એક લાખ રૂપિયાની મત્તા ની લૂંટ ચલાવી હતી.

ગેંગે આજ ગ્રાઈન્ડર એપનો દૂર ઉપયોગ કર્યો

જોકે આ આખી ઘટનામાં મુખ્ય સવાલ એ થાય છે કે ફરિયાદી શા માટે આરોપીઓને મળવા ગયો હતો અને આ ગ્રાઈન્ડર એપ છે શું. ગ્રાઈન્ડર એપ નો ઉપયોગ સમલૈંગિક વ્યક્તિઓ એકબીજાને મળવા માટે ઉપયોગ કરતા હોય છે. આવા વ્યક્તિઓ દેશના કોઈ પણ ખૂણે આ ગ્રાઈન્ડર એપ નો ઉપયોગ કરી પોતાના જેવી માસિકતા ધરાવતા લોકો સાથે મળતા હોય છે. જોકે આ ગેંગે આજ ગ્રાઈન્ડર એપનો દૂર ઉપયોગ કર્યો હતો. સમલૈંગિક સંબંધોના શોખીનો દ્વારા ઉપયોગમાં લેવાતી ગ્રાઈન્ડર એપ દ્વારા આવા શોખીનોને સંબંધ બાંધવાની લાલચ આપી અને બોલાવતા હતા.

અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી લૂંટ ચલાવી

ત્યારબાદ તેમની અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલિંગ કરી અને ધાક ધમકીથી લૂંટ કરતા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ભોગ બનેલ વેપારીને ગ્રાઈન્ડર એપ દ્વારા સંપર્ક કર્યો હતો. અને ત્યારબાદ તેને સમલૈંગિક સંબંધ બનાવવાની લાલચ આપી બોલાવી અને અસલીલ વિડીયો બનાવ્યો હતો.અને ત્યારબાદ તેને બ્લેકમેલિંગ કરી ધાકધમકી આપી લૂંટ કરી અને તેનું અપહરણ કર્યું હતું..

આ પણ વાંચોઃ વડોદરાની છાણી પોલીસની મોટી કટકી, 3.50 કરોડ રૂપિયા જોયા તો 50 લાખનો તોડ કર્યો, કિસ્સો ચોંકાવનારો

આ રાજસ્થાની ગેંગ મોટેભાગે ગ્રાઈન્ડર એપ દ્વારા જ સમલૈંગિક સંબંધોના શોખીનો નો સંપર્ક કરી અને શિકાર બનાવતા હતા . આ ગેંગે અત્યાર સુધી વાપી ઉપરાંત સુરત વડોદરા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં આવી જ રીતે અનેક લોકો ને શિકાર બનાવી બ્લેકમેઈલ કરી અને લૂંટતા હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં આ એપ થકી અનેક ગુનાઓ બન્યા છે પરંતુ પોતાની આબરૂ સમાજમાં જશે તેવી બીકે મોટાભાગે આ મામલે પોલીસ ફરિયાદ થતી નથી. કારણકે પીડિત વ્યક્તિ સમલૈંગિક હોય છે અને તેની જાણ તેના પરિવાર કે સમાજને હોતી નથી આ જ હકીકતનો લાભ લઈ આવી ગેંગ આ પ્રકારે લૂંટ અને અન્ય ગુનાઓને અંજામ આપે છે આ ઘટનામાં ઝડપાયેલ ચાર આરોપીના રિમાન્ડ દરમિયાન અન્ય ખુલાસા થશે તેવું મનાઈ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vapi robbery Valsad news Valsad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ