ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની છાણી પોલીસની મોટી કટકી, 3.50 કરોડ રૂપિયા જોયા તો 50 લાખનો તોડ કર્યો, કિસ્સો ચોંકાવનારો
Last Updated: 10:29 AM, 16 September 2025
ADVERTISEMENT
વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓએ મોટી રકમના કથિત તોડ મામલે ભારે વિવાદ સર્જ્યો છે. આંગડિયા પેઢીની એક કારને રોકીને તેમાં ભરેલા રૂ. 3.50 કરોડ પૈકી 50 લાખ રૂપિયા ઉપાડી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે.
ADVERTISEMENT
આંગડિયા પેઢીની ગાડી લખનઉ થી રાજકોટ જઈ રહી હતી
મળતી માહિતી મુજબ આંગડિયા પેઢીની ગાડી લખનઉમાંથી રાજકોટ તરફ જઈ રહી હતી. પરંતુ રસ્તામાં રણોલી પાસે છાણી પોલીસે કારને અટકાવી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રમેશ મોરવાડિયા અને શ્રવણસિંહ વાઘેલા નામના બે કર્મચારીઓએ રૂપિયા તોડી લીધાનો આરોપ છે.
ADVERTISEMENT

સમગ્ર મામલો પીઆઈ સુધી પહોંચ્યો
ADVERTISEMENT
જ્યારે આંગડિયા પેઢીના સંચાલકો છોડાવા માટે છાણી પોલીસ મથકે પહોંચ્યા, ત્યારે આ મામલાની જાણ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સુધી પહોંચી હતી. PIએ બંને પોલીસ કર્મચારીઓને એક મંદિર લઈ જઈને રૂપિયા પરત કરાવ્યા.
હેડ ક્વાર્ટર બદલી કરાયેલા પોલીસ કર્મી
ADVERTISEMENT
તપાસ એ-ડિવિઝન એસીપીને સોંપાઈ
ADVERTISEMENT
આ ઘટના બાદ બંને આરોપી પોલીસ કર્મચારીઓની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરાઈ છે અને સમગ્ર પ્રકરણની તપાસ એ-ડિવિઝન એસીપીને સોંપાઈ છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાત્રે 10થી સવારે 6 સુધી લાઉડ સ્પીકર-DJ પર પ્રતિબંધ, ધ્વનિ પ્રદૂષણની બાહેંધરી આયોજકની, HCમાં ગૃહવિભાગ
પોલીસ બેડામાં હડકંપ
અત્યારે સમગ્ર પોલીસ તંત્ર આ ઘટનાથી હચમચી ઉઠ્યું છે અને પોલીસની પ્રતિષ્ઠા સામે સવાલ ઊભા થયા છે. જો આક્ષેપ સાચા સાબિત થાય, તો શક્તિશાળી પગલાં ભરવાની શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ