ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાત્રે 10થી સવારે 6 સુધી લાઉડ સ્પીકર-DJ પર પ્રતિબંધ, ધ્વનિ પ્રદૂષણની બાહેંધરી આયોજકની, HCમાં ગૃહવિભાગ
Last Updated: 09:12 AM, 16 September 2025
ADVERTISEMENT
અમદાવાદ: ધ્વનિ પ્રદૂષણ સામેની ચિંતાને ધ્યાનમાં રાખતાં હાઈકોર્ટમાં દાખલ કન્ટેમ્પ્ટ અરજીની સુનાવણી દરમિયાન રાજ્યના ગૃહ વિભાગે પોતાનો ઉત્તર રજૂ કર્યો છે. સુનાવણીમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે સરઘસો, જાહેર કાર્યક્રમો અને સભાઓ માટે સ્પીકર્સના ઉપયોગ માટે આયોજકોને નિયત મંજૂરી લેવી ફરજિયાત રહેશે.
ADVERTISEMENT
Dysp સમકક્ષ અધિકારી સ્પીકર્સની મંજૂરી અપાશે
અધિકારીઓએ જણાવ્યું કે, Dysp સમકક્ષ અધિકારી સ્પીકર્સની મંજૂરી અપાશે. આ મંજૂરી દરમિયાન આયોજકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના નોટિફિકેશન્સનું પાલન કરવાની લેખિત બાહેંધરી આપવી ફરજીયાત રહેશે.
ADVERTISEMENT

અવાજનું સ્તર 75 ડેસિબલ(db) થી વધુ ન જવું જોઈએ : GPCB
ADVERTISEMENT
GPCBએ ધ્વનિ મર્યાદા અંગે સ્પષ્ટ કર્યું છે કે, જાહેર કાર્યક્રમો કે સરઘસમાં અવાજનું સ્તર 75 ડેસિબલ(db) થી વધુ ન જવું જોઈએ. તે સાથે દરેક સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર મશીન લગાવવી ફરજિયાત બનાવવામાં આવી છે, જેથી અવાજ નિયંત્રણમાં રહે.
આ પણ વાંચોઃ ખેલૈયાઓમાં ચિંતાનું મોજું! અંબાલાલે નવરાત્રિમાં કરી ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વિધ્ન
ADVERTISEMENT
રાત્રે 10 વાગ્યા પછીથી સવારે 6 વાગ્યા સુધી સ્પીકર વગાડવા પર પ્રતિબંધ
અત્યારના નિયમો અનુસાર, SOP મુજબ રાત્રે 10 વાગ્યા પછીથી સવારે 6 વાગ્યા સુધી સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરજિયાત છે. આ નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી હાથ ધરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આગામી સુનાવણી નજીકના દિવસોમાં યોજાવાની છે, જેમાં વધુ માર્ગદર્શિકા અને અમલ અંગે ચર્ચા થવાની સંભાવના છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ