ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ખેલૈયાઓમાં ચિંતાનું મોજું! અંબાલાલે નવરાત્રિમાં કરી ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વિધ્ન

આગાહી / ખેલૈયાઓમાં ચિંતાનું મોજું! અંબાલાલે નવરાત્રિમાં કરી ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વિધ્ન

Published By: Vishal Khamar

Last Updated: 10:12 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા નવરાત્રીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છઠ્ઠા નોરતેથી ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

ADVERTISEMENT

રાજ્યમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે બરાબર ત્યારે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી સૌને ચોંકાવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ વિઘ્ન સર્જી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, અને ખાસ કરીને નવરાત્રીના તહેવાર પર વરસાદનું વિઘ્ન આવી શકે છે. 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં હળવા અને ભારે ઝાપટાં પડશે.

નવી સિસ્ટમને કારણે વરસાદ આવશે

આ વરસાદ બંગાળના ઉપસાગરમાં સક્રિય થનારી નવી સિસ્ટમને કારણે આવશે. છઠ્ઠા નોરતેથી ગાજવીજ સાથે રાજ્યભરમાં વરસાદ થશે. 25 સપ્ટેમ્બરે વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય થશે. આમ નવરાત્રિ દરમિયાન વરસાદની આગાહીના પગલે ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કુલ 1.41 લાખ કરતાં વધુ હેલ્થ કેમ્પ યોજાશે, આ ખાસ તારીખે સરકારનું સૌથી મોટું આયોજન

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી. ખેડા, અમદાવાદ, આણંદમાં વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી. નવસારી, વલસાડ, તાપીમાં વરસાદની આગાહી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Gujarat Rain Navratri 2025

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ