બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / The rise in gold and silver continued even today

ભાવ વધારો / ગોલ્ડના ભાવમાં ફરી ગરમી.! ચાંદી પ્રતિ કિલો 73 હજારે, પણ વાયદા બજાર સોનું નરમ, જાણો લેટેસ્ટ રેટ

Kishor

Last Updated: 05:07 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોના ચાંદીના ભાવમાં તેજીની ચમક આજે પણ યથાવત રહેવા પામી હતી. 24 કેરેટ સોનાની કિંમત તોલા દીઠ 60,330 રૂપિયા રહેવા પામી હતી.

  • સોના-ચાંદીના ભાવમાં ફેરફાર
  • 24 કેરેટ સોનાનો તોલા દીઠ ભાવ 60,330 રૂપિયા

સોના-ચાંદીનાં ભાવમાં સોમવારે તેજી જોવા મળી છે. લેટેસ્ટ ભાવ પર નજર કરીએ તો આજે 24 કેરેટ સોનાનો તોલા દીઠ ભાવ 60,330 રૂપિયા બોલાયો હતો. શુક્રવારે 60,270 રૂપિયા હતો. તો 22 કેરેટ ગોલ્ડનો ભાવ 55,300 રૂપિયા પ્રતિગ્રામ રહ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો છે. જેમાં એક કિલો ચાંદીનો ભાવ 73 હજાર રૂપિયા પર પહોંચી ગયો છે. જે અગાઉ 72,788 હતો. ઇન્ટરનેશનલ બજારમાં સોનાની કિંમત 0.72 ટકા ઘટી 1,955.50 ડોલર પ્રતિ ઔંસ છે. ચાંદી પણ અંદાજે 0.72 ટકા ઘટીને 23.58 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર છે.

સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો! જાણો 10 ગ્રામની કિંમત અને કેટલો થયો ઘટાડો  | A sharp drop in the price of gold and silver Know the price of 10 grams  and how much

ગત સપ્તાહમાં સોના-ચાંદીની કિંમતમાં તેજીનું કારણ

સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થવા માટેના કારણની વાત કરીએ તો આ અઠવાડિયામાં આરબીઆઇની મોદ્રિક નીતિ કમિટીની બેઠકના નિર્ણય અને ફેડ દ્વારા વ્યાજ દર પર મોટો નિર્ણય લેવામાં આવનાર છે. જેને લઈને સોનાં ચાંદીના ભાવમાં વધારઘટાડો નોંધાશે. મહત્વનું છે કે ગત સપ્તાહમાં સોના-ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી હતી. તેની પાછળનું કારણ અમેરિકા તરફથી ડેટ સીલિંગની લિમિટને વધારવા અને અમેરિકન ફેડ દ્વારા ફેડ વ્યાજદર વધારવા અંગે અસમંજશ હતું. 

બાપ રે.! સોનાના ભાવમાં તોફાની તેજી, અમદાવાદમાં 62, 750 રૂપિયે 10 ગ્રામ,  ગોલ્ડનો ભાવ હજુ વધી આટલો થવાની શક્યતા ગોલ્ડના ભાવમાં ગરમાવો | Gold prices  settled ...

આજના કારોબારી સત્રમાં વાયદા બજારમાં સોનાની કિંમતમાં 183 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે 59,425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.  અ ઉપરાંત વાયદા બજારમાં ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. જુલાઇ મહિનાના કોન્ટ્રાક્ટમાં ચાંદીની કિંમત 356 રૂપિયા અથવા 0.49 ટકા ઘટીને 71,664 પ્રતિ કિલો પર આવી ગઇ છે. તેનો બિઝનેસ ટર્નઓવર 13,385 લોટ્સ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ