બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / વિશ્વ / The Prime Minister of Pakistan gets into trouble as soon as the power is taken away

રાજકીય ઉથલપાથલ / કોઇ દેશ છોડે તો કોઇ દુનિયા: સત્તા છીનવાતા જ મુશ્કેલીમાં મૂકાઇ જાય છે પાકિસ્તાનના વડાપ્રધાન

Priyakant

Last Updated: 10:54 AM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Political News: પાકિસ્તાનમાં વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓએ ઘણી વખત આવા તબક્કામાંથી પસાર થવું પડ્યું છે, રાજકીય ઉથલપાથલ, સત્તા પરિવર્તન, નેતાઓની હત્યા જેવી ઘટનાઓની લાંબી યાદી

  • પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન
  • કોઈ વડાપ્રધાનો દેશ છોડે તો કોઇ દુનિયા 
  • સત્તા છીનવાતા જ મુશ્કેલીમાં મૂકાઇ જાય છે પાકિસ્તાનના PM

પાડોશી દેશ પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ પછી પાકિસ્તાનમાં ઘણી જગ્યાએ પ્રદર્શનના સમાચાર છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે, આ પ્રથમ વખત નથી. હાલમાં પાકિસ્તાનમાં વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓએ ઘણી વખત આવા તબક્કામાંથી પસાર થવું પડ્યું છે. રાજકીય ઉથલપાથલ, સત્તા પરિવર્તન, જાહેર સભાઓ દરમિયાન નેતાઓની હત્યા જેવી ઘટનાઓની લાંબી યાદી છે.

પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન
પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ અહીંની રાજનીતિ માટે નવી વાત નથી. કારણ કે આવી ઘટનાઓ અહીં ઘણી વખત જોવા મળી છે. પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન પણ પાકિસ્તાનમાં અસ્તવ્યસ્ત રાજકારણના પ્રારંભિક ઇતિહાસનો એક ભાગ છે. લિયાકત અલી બેગ 16 ઓક્ટોબર 1951ના રોજ રાવલપિંડીમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને ગોળી વાગી હતી. ઘટના બાદ તરત જ તેના હત્યારાને પણ પોલીસે ઠાર કરી દીધોહતો. બાદમાં આ હત્યારાની ઓળખ સઈદ અકબર તરીકે થઈ હતી. હત્યારો પાકિસ્તાની પોલીસનો જવાન હતો.

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઈ હતી
1973 થી 1977 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહેલા ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. અયુબ ખાનના શાસનમાં તેઓ વિદેશ મંત્રી હતા. પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે ભુટ્ટોએ ત્યાં પરમાણુ કાર્યક્રમનું માળખું પણ તૈયાર કર્યું હતું. બાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર 1979માં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપવામાં આવી હતી. તે સમયે પાકિસ્તાનમાં જનરલ ઝિયા-ઉલ-હકનું લશ્કરી શાસન હતું.

બેનઝીર ભુટ્ટોની ગોળી મારીને હત્યા કરાઇ હતી
બેનઝીર ભુટ્ટો પાકિસ્તાનના વડાપ્રધાન હતા. તે પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પુત્રી હતી. 27 ડિસેમ્બર 2007ના રોજ રાવલપિંડીમાં બેનઝીર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉચ્ચ સ્તરીય સુરક્ષા બાદ પણ બેનઝીરની હત્યા કરવામાં આવી હતી. બેનઝીર ભુટ્ટોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું ન હતું. પોલીસ બેનઝીર ભુટ્ટોના હત્યારાઓને પકડી શકી નથી.

પૂર્વ PM નવાઝ શરીફે દેશ છોડવો પડ્યો
પાકિસ્તાનના 3 વખત વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફને અહીં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના પછી તેમને પણ દેશ છોડવો પડ્યો હતો. જનરલ પરવેઝ મુશર્રફના શાસન દરમિયાન પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે નવાઝ શરીફને ભ્રષ્ટાચારના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા. બાદમાં સાઉદી અરેબિયાએ મધ્યસ્થી કરી અને તેને જેદ્દાહ મોકલી દેવામાં આવ્યો. બાદમાં 23 ઓગસ્ટ, 2007ના રોજ સુપ્રીમ કોર્ટે શરીફને પાકિસ્તાન પરત ફરવાની મંજૂરી આપી હતી. જોકે 10 સપ્ટેમ્બર, 2007ના રોજ જ્યારે શરીફ ઈસ્લામાબાદ પહોંચ્યા ત્યારે તેમને એરપોર્ટ પરથી જ પાછા ફર્યા હતા.

પરવેઝ મુશર્રફને પણ દેશવટો અપાયો
તત્કાલીન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફ પણ પાકિસ્તાનની રાજનીતિમાં જાણીતું નામ છે. 1999માં નવાઝ શરીફ સરકારને ઉથલાવીને મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ 20 જૂન 2001થી 18 ઓગસ્ટ 2008 સુધી આ પદ પર રહ્યા હતા. પદ છોડ્યા બાદ જ મુશર્રફ સામે ઘણા કેસ નોંધાયા હતા અને તેમને પાકિસ્તાન છોડવું પડ્યું હતું.

ઈમરાન ખાનને કેવી રીતે ખુરશી પરથી હટાવી દેવાયા
વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન પાકિસ્તાનમાં વિપક્ષી રાજનીતિનો શિકાર બનવાનું ટાળી શક્યા નથી. વિપક્ષ દ્વારા 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરીને ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા. 9 એપ્રિલની રાત્રે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસના પ્રસ્તાવ પર થયેલા વોટિંગમાં ઈમરાન ખાનને હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષને 342 સભ્યોના ગૃહમાં 174 સભ્યોનું સમર્થન મળ્યું હતું, જે વડાપ્રધાન ઈમરાન ખાનને હટાવવા માટે જરૂરી 172 સભ્યો કરતાં વધુ હતું. આ પછી ઇમરાને પીએમ શાહબાઝ અને પાકિસ્તાની સેના સામે મોરચો ખોલ્યો. રોડ શો દરમિયાન તેના પર જીવલેણ હુમલો પણ થયો હતો, પરંતુ તે બચી ગયા હતા. હવે તેમની ધરપકડ કરવામાં આવી છે.

કયા કેસમાં થઈ છે ઈમરાન ખાનની ધરપકડ
પાકિસ્તાની પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈમરાન ખાનની અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, જે પંજાબના ઝેલમ જિલ્લાના સોહાવા વિસ્તારમાં 2019માં સૂફીવાદ માટે અલ-કાદિર યુનિવર્સિટીની સ્થાપના સાથે સંબંધિત છે. અલ-કાદિર ટ્રસ્ટ કેસ ઇમરાન ખાન, તેમની પત્ની બુશરા બીબી અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના અન્ય નેતાઓ વિરુદ્ધ અલ-કાદિર યુનિવર્સિટીની સ્થાપના સાથે સંબંધિત આરોપો પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ