બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'ધ સાબરમતી રિપોર્ટ'ની દર્દનાક કહાની, હકીકત જાણી દર્શકોના રૂંવાડા ઊભા થઈ ગયા, જુઓ ફર્સ્ટ રિવ્યૂ
Last Updated: 10:47 AM, 15 November 2024
જ્યારે પણ સત્ય ઘટના પણ આધારિત ફિલ્મ બનાવવામાં આવે છે, રિલિઝ વખતે ફિલ્મ લોકો સુધી પહોંચીત નથી પણ થોડા સમય બાદ જ્યારે તે ફિલ્મ OTT પ્લેફોર્મ પર આવે ત્યારે લોકોના દિલ અને દિમાંગ બંને હલાવી દે છે. ઘણી એવી પણ ફિલ્મ છે જેના રિલિઝ બાદ અનેક વિરોધ થયા હોઇએ છે. ખાસ તો જ્યારે કોઇ પણ ફિલ્મ ગુજરાતની કોઇ ઘટના પર બનાવવામાં આવી હોઇએ છે. હાલમાં એક તરફ જ્યારે હિન્દી સિનેમામાં ભૂલ ભુલૈયા 3 અને સ્ત્રી 2 જેવી હોરર કોમેડી ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે, તો બીજી તરફ નિર્માતા એકતા કપૂર અને દિગ્દર્શક ધીરજ શરણના ધ સાબરમતી રિપોર્ટમાં ભારતની આવી ઐતિહાસિક ઘટનાની વાર્તા છે. જે જોઇને તમારા પણ રુંવાડા ઊભા થઇ જશે. તેના રિવ્યૂ જાણીશું
ADVERTISEMENT
સાબરમતી રિપોર્ટ 2002માં ગુજરાતમાં થયેલા ગોધરા ટ્રેન દુર્ઘટનાથી પ્રેરિત ફિલ્મ બનાવી છે. ફિલ્મના ટ્રેલરમાં તે સ્પષ્ટ હતું કે ધ સાબરમતી રિપોર્ટ એક સંવેદનશીલ મુદ્દાને દર્શાવે છે. નિર્માતાઓએ તેની વાર્તાને સિલ્વર સ્ક્રીન પર લાવવાની એક હિંમત બતાવી છે. જો કે, જે લોકો એવું વિચારી રહ્યા છે કે આ ફિલ્મમાં ગુજરાતની ઘટના પર ભૂતકાળમાં બનેલી ફિલ્મો જેવો જ જૂનો પ્લોટ હશે, તો કદાચ તમે ભૂલ કરી રહ્યા છો. કારણ કે ટ્રેલરમાં વાર્તા ઊંડાઈ પૂર્વક બતાવી છે, વાસ્તવિક ડ્રામા ફિલ્મ જોયા પછી જ ખબર પડે છે.
ADVERTISEMENT
ફિલ્મની વાર્તા આ ટ્રેન દુર્ઘટનાનું સત્ય જાણવાના સંઘર્ષની સાથે સસ્પેન્સથી શરૂ થાય છે. જેમાં પત્રકાર સમર કુમાર (વિક્રાંત મેસી) અને અંગ્રેજી પત્રકાર મનિકા રાજપુરોહિત વચ્ચે સત્ય અને અસત્યની દ્વિધા બતાવવામાં આવી છે . પરંતુ વાર્તામાં અસલી વળાંક ત્યારે આવે છે જ્યારે અમૃતા ગિલ (રાશિ ખન્ના)ની એન્ટ્રી થાય છે. જે સમર (વિક્રાંત મેસી)ના અધૂરા પ્રયાસોને નવી પાંખો આપવા આ સમગ્ર ઘટનાની તપાસ કરે છે.
તેના માટે તમારે આ ફિલ્મ જોવી પડશે. જો કે, અમુક સમયે ફિલ્મ થોડી પાટા પરથી ઉતરી જતી હોય તેવું લાગે છે, કારણ કે ઇન્ટરવલમાં, સાબરમતી રિપોર્ટ માટે પત્રકારોની વચ્ચે લડાઈ હોય તેવું લાગે છે, જેના કારણે વાર્તા થોડી કૃત્રિમ લાગે છે. આ ઘટનામાં પત્રકારોની ભૂમિકા ફિલ્મનું આકર્ષણ કહી શકાય.
આવા મુદ્દાઓ પર બનેલી ફિલ્મોમાં કલાકારોનો અભિનય ઘણીવાર મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. જેમ કે નાના પાટેકરે 26/11ના હુમલામાં કર્યું હતું. એ જ રીતે વિક્રાંત મેસીએ ફરી એકવાર પોતાના જોરદાર અભિનયની છાપ છોડી છે, સેક્ટર 36 અને 12માં ફેલ બાદ તેનું બેક ટુ બેક પરફોર્મન્સ બેસ્ટ ગણી શકાય. બીજી તરફ સાઉથની અભિનેત્રી રાશિ ખન્નાએ પણ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયત્નો કર્યા છે. આ સિવાય રિદ્ધિ ડોગરીની એક્ટિંગ પ્રશંસનીય રહી છે. ફિલ્મમાં એક પીઢ મહિલા પત્રકારનો કેમિયો પણ જોવા મળશે.
ફિલ્મ નિર્માતા એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સના પ્રખ્યાત ટીવી શો કુટુમ્બમાં યશની ભૂમિકામાં જોવા મળતા અભિનેતા ધીરજ શરણે ધ સાબરમતી રિપોર્ટનું નિર્દેશન કર્યું છે. તેમના પ્રયાસોમાં અનુભવનો અભાવ રહ્યો છે, જેનો પુરાવો તમને ફિલ્મના કેટલાક દ્રશ્યોમાં જોવા મળશે, પરંતુ આવા ગંભીર મુદ્દાને પડદા પર લાવવાના તેમના પ્રયાસો અદ્ભુત રહ્યા છે. ટ્રેન સળગાવવા જેવા દ્રશ્યોમાં VFX ટેક્નોલોજીનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ સિનેમેટોગ્રાફી થોડી ઠંડી લાગે છે. એક નિર્માતા તરીકે, એકતા કપૂરે આ વખતે ટીવી શો અને એડલ્ટ કન્ટેન્ટની લાઇનથી દૂર જઈને થિયેટરોમાં પ્રેક્ષકોને મનોરંજન આપવાનો પ્રયાસ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.