બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / The new caps on input prices for natural gas in India

રાહત / સામાન્ય ગ્રાહકોથી લઈને ખેડૂતો, ડ્રાઈવરોને સીધો ફાયદો, મોદી કેબિનેટે લીધા બે મોટા નિર્ણય, બીજો સ્પેસ સંબંધિત

Hiralal

Last Updated: 10:20 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે.

  • ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા બે મોટા નિર્ણય
  • ગેસની કિંમત નક્કી કરવા નવી ફોર્મ્યુલા લાગુ પડશે
  • નેશનલ સ્પેસ પોલિસીને 2023ને પણ મંજૂરી 

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સીએનજી-પીએનજીના ભાવ નક્કી કરવા નવી ફોર્મ્યુલા અને નેશનલ સ્પેસ પોલિસીને 2023ને મંજૂરી આપી છે. ગુરુવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે સ્થાનિક કુદરતી ગેસની કિંમત માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે. વળી, સીએનજી અને પાઇપવાળા રાંધણ ગેસના ભાવ પર પણ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠકના નિર્ણયોની જાણકારી આપતા આ વાત કહી હતી. ઠાકુરે કહ્યું કે કેબિનેટે એપીએમ ગેસ માટે 4 ડોલર પ્રતિ એમએમબીટીયુની બેઝ પ્રાઇસને મંજૂરી આપી છે. તેમજ મહત્તમ કિંમત 4.6 ડોલર પ્રતિ એમએમબીટીયુને મંજૂર કરવામાં આવી છે.


કિંમતોને ક્રૂડ સાથે જોડવામાં આવશે
નવી ફોર્મ્યુલા હેઠળ હવે ડોમેસ્ટિક નેચરલ ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવશે. ડોમેસ્ટિક ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવની માસિક સરેરાશના 10 ટકા થઈ જશે. તેને દર મહિને નોટિફાઇ કરવામાં આવશે. તેનાથી પીએનજી, સીએનજી, ફર્ટિલાઇઝર પ્લાન્ટ વગેરેને લાભ થશે. તેનાથી સામાન્ય ઘરેલુ ગ્રાહકોથી લઈને ખેડૂતો, ડ્રાઈવરોને સીધો ફાયદો થશે.

ભારતીય અવકાશ નીતિને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટે ભારતીય અંતરિક્ષ નીતિ 2023ને પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે આ નીતિ હેઠળ ઈસરો, ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ અને પ્રાઈવેટ સેક્ટરની સંસ્થાઓ જેવી સંસ્થાઓની ભૂમિકા અને જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. સરકારે અગાઉ સ્પેસ સેક્ટરને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મૂક્યું હતું, જેથી આ સેક્ટરના વિકાસને પ્રોત્સાહન મળી શકે. સિંહે જણાવ્યું હતું કે આ નીતિનો હેતુ અવકાશ વિભાગની ભૂમિકાને વધારવાનો, ઇસરો મિશન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો અને સંશોધન, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ સહિત ઉદ્યોગની ભાગીદારી વધારવાનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ