બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The nanny had planned to sell the baby of the Ahmedabad couple

ચોંકાવનારો કિસ્સો / બાળકો માટે આયા રાખતા પહેલા ચેતી જજો, 11 માસની દીકરીને વેચી નાંખવાનો પર્દાફાશ

Published By: Vishnu

Last Updated: 04:12 PM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે દીકરીના પિતાને ફોન કરી કહ્યું કે દેશમાં બાળકોની તસ્કરી કરતી ગેંગ પાસે તમારી દીકરીના ફોટો છે

  • અમદાવાદમાં IT કંપની ચલાવતા દંપતીની દીકરી દલાલનાં ભેટે ચડતા બચી
  • આયાએ દીકરીને મહારાષ્ટ્રમાં વેચવાનો પ્લાન ઘડ્યો
  • 11 મહિનાની દીકરીને સાચવવા રાખી હતી આયા
  • પશ્ચિમ બંગાળ પોલીસનો ફોન આવતાં આયાની કરતૂતનો પર્દાફાશ થયો

જો તમે અને તમારી પત્ની બંને નોકરી કરો છો અને ઘરે નાના બાળકને સાચવવા આયા રાખી છે તો આ કિસ્સો તમને ચેતવી રહ્યો છે. અમદાવાદની
એક વર્કિંગ દંપતીએ પોતાના બાળકને સાચવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને આયાને કામે રાખી હતી પણ કામે રાખેલી આયાનો મનસૂબો કઈક અલગ જ હતો આયાએ તેમના બાળકને સાચવવાની જગ્યાએ તેને મહારાષ્ટ્રમાં એક દલાલને વેચવા માટેની તૈયારી કરી નાખી હતી. પણ એક ફોને આયાનાં આયોજન પર પાણી ફેરવી દીધુ.

ઓનલાઈન સર્ચ કરી આયાને રાખી હતી કામે


અમદાવાદનાં ચાંદખેડાના વિસ્તારમા રહેતા અને આઇટી પ્રોફેશનમાં પતિ અને પત્ની બંને વર્કિંગ કપલ હતા. બંનેની જિદગી ખુશહાલ ચાલી રહી હતી. દંપતીને 11 મહિનાની બાળકી હતી અને દીકરીને ખૂબ લાડ કોડથી ઉછેરી રહ્યા હતા. પરંતુ સામે નોકરી પર પણ ધ્યાન દેવું જરૂરી હતું. અને માટે જ દીકરીને સાચવવા એક આયાની શોધખોળ કરી રહ્યા હતા. પરંતુ તેમને કોઈ ઓળખીતી આયાની જગ્યાએ ઓનલાઈન આયાની શોઘ કરી હતી અને તેને કામે રાખી હતી.

આયા બિંદુએ દીકરીને મહારાષ્ટ્રમાં વેચવાનો પ્લાન ઘડ્યો


ઓનલાઈન સર્ચ કરી હાયર કરેલી આયાનું નામ બિંદુ હતું. દંપતીએ મહિનાના 18000 રૂપિયા આપી તેને દીકરીને સાચવવાની જવાબદારી સોંપી હતી. પોતે બંને  નોકરીએ જતા રહેતા હતા. આયા બિંદુને દંપતી ખૂબ પ્રેમથી રાખતા હતા કારણ કે 11 મહિનાની દીકરીને તે સારી રીતે સાચવતી હતી. પણ આયાના મનમાં પાપ હતું. તેના મનમાં ખોટ હતી તે નાટક કરી દંપતીને ભોળવી રહી હતી. આયા બિંદુનો પ્લાન એવો ખતરનાક હતો કે તેને 11 મહિનાની દીકરીને વેચી નાખવાનો પ્લાન ઘડયો હતો. તેને બાળકીના ફોટા પાડી, મહારાષ્ટ્રમાં એક દલાલને મોકલી લીધા હતા. હવે બસ પ્લાનને આખરી મુકામ સુધી લઈ જવાની રાહ હતી. દીકરીના ફોટો હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગને મળી ગયા હતા અને બસ એક ફોનને આયા કરતૂતનો પર્દાફાશ કર્યો

પશ્ચિમ બંગાળ પોલીસના ફોનથી આયાની  પોલ ઉઘડી


હરિફાઈ અને હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ જીવતા પતિ-પત્ની દીકરીને સાચવી તો રહ્યા હતા પણ આયાનાં પ્લાનથી અજાણ હતા. દંપતીને ખબર નહતી કે તેમની દીકરી પર દલાલોની નજર છે. તે અને તેમની 11 માસની દીકરી એક ખતરનાયક સાજિસનો ભોગ બન્યા છે. પણ કહેવત છે ને કે રામ રાખે એને કોણ ચાખે. દીકરી પર ભગવાનની દયા થઈ. અને ઓફિસમાં કામ કરતા પિતાનાને પશ્ચિમ બંગાળ પોલીસનો એક ફોન આવ્યો અને તે ફોનમાં કહયું કે  દેશમાં બાળકોની તસ્કરી કરતી ગેંગ પાસે મારી દીકરીના ફોટો છે સાચવજો. પોલીસનો ફોન આવતાની સાથે જ પિતાના નીચેથી જમીન સરકી ગઈ. તેણે તાત્કાલિક ઘરે ફોન કરી દીકરીની ભાળ મેળવી, દીકરી આયા પાસે રમતી હતી. તે તાત્કાલિક ઘરે જવા નીકળી ગયો. દીકરીને હાથમા લઈ આયાને પ્રશ્ન કરવા લાગ્યો. 

'દીકરીનાં ફોટો દલાલોને કેમ મોકલ્યા'


તાત્કાલિક ઘરે પહોંચેલા પિતાએ આયા બિંદુને અનેક સવાલો કર્યા, મહારાષ્ટ્રના હ્યુમન ટ્રાફિકિંગ કરતી ગેંગના માણસોને દીકરીના ફોટો કેમ મોકલ્યા? આ વાત સાંભળતા જ આયા ગભરાઈ ગઈ અને ત્યાંથી નાસવાનો પ્રયત્ન કર્યો. દીકરી દલાલોના હાથે ચડતાં પહેલાં બચી ગઈ હતી. દંપતીએ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હાલમાં ચાંદખેડા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધીને હ્યુમન ટ્રાફિકિંગના મૂળ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.

  • સમગ્ર મામલે DCPનું શું કહેવું છે.

આયા બિંદુ શર્મા અને તેના પતિ અનિલ શર્મા સામે ફરિયાદ થઈ
મહારાષ્ટ્રના એક શખ્સ પ્રશાંત કાંબલે વિરુદ્ધ પણ ફરિયાદ
3 માસથી બિંદુને આયા રાખીઃ DCP
આયા બિંદુ પ્રશાંત કાંબલેના સંપર્કમાં હતીઃ  DCP
બાળકીને દત્તક આપવાનું કહીને એક દંપત્તીનો સંપર્ક કર્યો હતો
આયાએ દીકરીની માતા હોવાનું સામે પાર્ટીને કહ્યું હતું
5 ઓગસ્ટે બાળકીને વેચવા લઇ જવાના હતા

 

સંકળાયેલા મુદ્દાઓ

Crime ahmedabad ahmedabad Police human trafficking nanny west bangal police અમદાવાદ પોલીસ આયા બાળ તસ્કરી human trafficking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ