ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખરો ભાદરવો હવે! ગુજરાતમાં બફારાવાળી હવામાન વિભાગની આગાહી, અહીં ગાજવીજના એંધાણ
Last Updated: 07:06 AM, 16 September 2024
ADVERTISEMENT
વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, વર્તમાનમાં ભારે વરસાદની સંભાવના નહીંવત રહેશે. રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન રહેતા હવે વરસાદનું જોર ઘટશે. ભેજનું પ્રમાણ વધતા સવારે અને સાંજે બફારાનો અનુભવ થઇ શકે છે.
ADVERTISEMENT
16 સપ્ટેમ્બરની આગાહી
જે મુજબ આજે 16 સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે
ADVERTISEMENT

17 સપ્ટેમ્બરની શું છે આગાહી ?
ADVERTISEMENT
હવામાન વિભાગે 17 સપ્ટેમ્બરની આગાહી કરી છે કે, રાજ્યના મોટા ભાગના તમામ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ADVERTISEMENT
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
18 સપ્ટેમ્બરની વાત કરીએ તો કચ્છના સિવાય તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચો: અંબાજીમાં ભક્તોનું કીડિયારું, આટલા લાખ ભાવિકોએ કર્યા દર્શન, ચાચર ચોક ઝળહળી ઉઠ્યો

નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ રહેશે. સાથો સાથ નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તા. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ તા. 10 ઓક્ટોમ્બરથી તા. 13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.
સંકળાયેલા મુદ્દાઓ