ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં ભક્તોનું કીડિયારું, આટલા લાખ ભાવિકોએ કર્યા દર્શન, ચાચર ચોક ઝળહળી ઉઠ્યો
Last Updated: 10:22 PM, 15 September 2024
ADVERTISEMENT
ગુજરાતની શક્તિપીઠ એટલે બનાસકાંઠાનું અંબાજી. જ્યાં ભાદરવી પૂનમની ઉજવણી ચાલી રહ્યી છે. ભાદરવી પૂનમના મેળાને ચોથો દિવસ પણ શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયો છે. ત્યારે અંબાજી મેળામાં આસ્થાળુંઓનું કીડિયારું ઉભરાયું છે. આજે 6.48 લાખ શ્રદ્ધાળુઓએ અંબાજીમાં અંબેમાના દર્શન કર્યા છે. છેલ્લા ચાર દિવસમાં 16.36 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. ત્યારે અંબાજી જતાં માર્ગો જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા છે.
ADVERTISEMENT
પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે
ADVERTISEMENT
વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈને ખોવાનો દર હવે આરાસુરી ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મા ના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે, તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. અહી આ કેન્દ્રમાં લાખો માઇ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઇ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરીને ધન્યતાની અનુભતી કરે છે.
આ પણ વાંચો: અંબાલાલની માઠી આગાહી! આ તારીખે ગુજરાતમાં વરસાદનો ઘાતક રાઉન્ડ, ખેડૂતોને ફટકો
ADVERTISEMENT
વિખુટા પડેલા/ગુમ થયેલા 42 જેટલાં બાળકોનું પુનઃમિલન કરાવ્યું
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવતા હોય છે. આ નાના બાળકો મેળા દરમ્યાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આજ દિન સુધી આ બાળ સહાયતા કેન્દ્રો પરથી 5000 જેટલા બાળકોને તેમના નામ, સરનામાં, ઇમર્જન્સી મોબાઈલ નંબર લખીને આઈકાર્ડ પહેરાવવામા આવ્યા છે. જેની મદદથી બાળકો ગુમ થયાના કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય છે. જિલ્લા બાળ સહાયતા કેન્દ્ર દ્વારા મેળા દરમ્યાન આજ દિન સુધી 42 જેટલાં બાળકોને તેમના વાલી વારસાથી મિલન કરાવી શકાયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ