બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / The luster of gold will be overwhelming to the common man

ઓલ ટાઈમ હાઈ / હજુ વધશે.! ...તો 80 હજારે પહોંચશે સોનુ? માર્કેટમાં નથી આવી રહ્યા ગોલ્ડના ગ્રાહક,જુઓ રાજ્યના બજારની સ્થિતિ

Dinesh

Last Updated: 10:44 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે આર્ટિફિશિયલ જ્વેલરીની ડિમાન્ડ વધી છે પરંતુ લગ્નસરાની મોસમ આવે એટલે સોનુ ખરીદવું જરૂરી બની જાય છે. પરંતુ અમદાવાદ અને રાજકોટની જ્વેલરી શૉપમાં ગ્રાહકો નહીંવત સંખ્યાએ આવે છે

  • સોનાની ચમક, સામાન્ય માણસને ભારે પડશે!
  • અમદાવાદ, રાજકોટની બજારમાં નહીંવત ગ્રાહક
  • દિવાળી સુધીમાં 65 હજારનો ભાવ વટાવી જશે?


સોનાના ભાવની ચમક એટલી વધી રહી છે કે હવે લોકો સોનુ ખરીદતા પહેલા વિચાર કરે. સોનાના ભાવમાં માહોલ એવો છે કે સોનુ કદાચ 70 હજાર આસપાસ પણ પહોંચે પરંતુ આ ઓલ ટાઈમ હાઈ કહેવાતા ભાવથી ગ્રાહક કે બજારને કેટલો ફાયદો થયો તે મહત્વનો સવાલ છે. 

હજુ પણ વધશે સોનાના ભાવ
સોનાની તમામ વસ્તુઓની ચળકાટ જોતા સૌ કોઈ તેને લેવા લલચાય જાય છે, પણ જયારે આ જ વસ્તુઓના ભાવ સાંભળીએ ત્યારે હાજા ગગડી જાય તેવી સ્થિતિ થઈ છે. સોનાના ભાવ 63 હજાર નજીક પહોંચવા આવ્યા છે. હવે સ્થિતિ એવી આવીને ઉભી છે કે સોનુ ખરીદવાની ઈચ્છા હોવા છતા લોકોની ખરીદશક્તિ ઓછી થઈ ગઈ છે ત્યારે સવાલ એ છે કે સોનાના આટલા ભાવ વધવાનું કારણ શું છે

માર્કેટમાં નથી આવી રહ્યા ગ્રાહક
અત્યારે આર્ટિફિશિયલ જ્વેલરીની ડિમાન્ડ વધી છે પરંતુ લગ્નસરાની મોસમ આવે એટલે સોનુ ખરીદવું જરૂરી બની જાય છે. પરંતુ રાજકોટની જ્વેલરી શૉપના ગ્રાહકોની નહીંવત સંખ્યાએ આવે છે એ વાતની સાબિતી છે કે સોનુ ખરીદવું લોકો માટે કેટલું મુશ્કેલ છે. રશિયા-યુક્રેન યુદ્ધની પરિસ્થિતિ તો સોનાના ભાવ વધવા માટે જવાબદાર છે અને નિષ્ણાંતોનું માનીએ તો જો હજુ પણ આવી જ સ્થિતિ રહી તો સોનાના ભાવ ક્યાંય પહોંચશે શકે છે. 

સોનાના ભાવ 80 હજાર સુધી પહોંચવાની શક્યતા તો સેવાઈ રહી છે. એટલે કદાચ હવે એ દિવસો દૂર નથી કે સામાન્ય માણસે સોનુ ખરીદવાના માત્ર સપના જ જોવાના રહેશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ