બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The leader of the opposition Congress in the AMC was not replaced by the corporators who walked out of the meeting

વિરોધ / અમદાવાદ કોંગ્રેસમાં ડખો છતો: પાર્ટીના નિયમો વિરુદ્ધ વિપક્ષ નેતાનો ખુલ્લેઆમ વિરોધ, મોવડી મંડળ મૂકપ્રેક્ષક

Vishal Khamar

Last Updated: 08:37 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મનપાની સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા વોક આઉટ કરતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા એએમસીમાં વિપક્ષ નેતા ન બદલતા કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા વોકઆઉટ કર્યું હોવાનું સામે આવ્યું છે.

  • AMC ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસનાં કોર્પોરેટરનું વોકાઆઉટ
  • વિપક્ષ નેતા ન બદલાતા કોર્પોરેટરોએ કર્યુ વોકઆઉટ
  • પદની અપેક્ષા સૌ ને હોય છે પરંતુ નિર્ણય પાર્ટી કરે છે  - વિપક્ષ નેતા 

અમદાવાદ પ્રદેશ પ્રમુખ બદલાયા બાદ હજુ પણ કોંગ્રેસનાં કોર્પોરેટરોમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે. ત્યારે કોર્પોરેટરો દ્વારા છેલ્લા ઘણા સમયથી AMC  માં વિપક્ષી નેતા બદલવાની માંગ કરાઈ છે. પરંતું આ બાબતને કોંગ્રેસનાં મોવડી મંડળ દ્વારા ધ્યાને ન લેવાતા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા વોક આઉટ કરતા મામલો ગરમાયો હતો.

પદની અપેક્ષા સૌ ને હોય છે પરંતું નિર્ણય પાર્ટી કરે છેઃ શહેજાદ ખાન પઠાણ (વિપક્ષ નેતા AMC)
અમદાવાદ AMC ની સામાન્ય સભામાં કોંગ્રેસનાં કોર્પોરેટરો દ્વારા વિપક્ષ નેતાને બદલવાને લઈ વિરોધ કર્યો હતો. ત્યારે વિપક્ષ નેતા ન બદલાતા સ્ટેન્ડિંગ કમિટીને બેઠકમાંથી કોંગ્રેસ કોર્પોરેટરોએ વોકઆઉટ કર્યું હતું. ત્યારે વિપક્ષ નેતા બદલવા માટે કે.સી વેણુગોપાલે પણ બાંહેધરી આપી હતી. આ મામલે વિપક્ષ નેતા શહેજાદ પઠાણે જણાવ્યું હતું કે, પદની અપેક્ષા સૌને હોય છે. પરંતું નિર્ણય પાર્ટી કરે છે. આ અમારો અંદરનો મામલો છે. પાર્ટી વિરૂદ્ધ નિવેદનો આપનાર કોર્પોરેટર વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેમજ નિવેદનો આપનાર કોર્પોરેટર સામે પાર્ટીએ કાર્યવાહી કરવી જોઈએ. 

પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા એએમસીમાં વિરોધ પક્ષનાં નેતા બદલવાની લેખિતમાં બાંહેધરી આપી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાંથી વોક આઉટ મામલે કોંગ્રેસનાં કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા એએમસીમાં વિરોધ પક્ષનાં નેતાને બદલવાનું નક્કી કરવામાં આવ્યું હતું.  તેમજ ગત જાન્યુઆરી મહિનામાં તેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે.  ત્યારે તે સમયનાં પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા એએમસીમાં વિરોધ પક્ષનાં નેતા બદલવાની બાંહેધરી લેખિતમાં આપવામાં આવી હતી. કે દર વર્ષે આપણે અમદાવાદ એએમસીમાં વિરોધ પક્ષનાં નેતા બદલી દઈશું. જે બાદ પણ સાત મહીનાં ગયા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.  ત્યારે આજે જુનિયર, સિનીયર તમામ કોર્પોરેટરો દ્વારા સભાને બાયકોટ કરવાનો નિર્ણય લીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ