બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / સુરતના સમાચાર / The last resort of suicide? Suicide of resident female doctor of Surat Smi Mer Hospital

જીંદગી ટૂંકાવી / આત્મહત્યા આખરી ઉપાય? સુરત સ્મીમેર હોસ્પિટલની રેસિડેન્ટ મહિલા તબીબના આપઘાતથી હડકંપ

Published By: Mehul

Last Updated: 06:29 PM, 24 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની સ્મીમેર હોસ્પીટલમાં ગાયનેક વિભાગમાં ફરજ બજાવતી ડો.જીગીષા પટેલ નામક વિદ્યાર્થીનીએ સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલના રૂમમાં જ કર્યો આત્મહત્યા વહોરી લીધી

  • સુરતમાં મહિલા તબીબની આત્મહત્યા 
  • ઇન્જેક્શનના વધુ ડોઝ લઇ કરી આત્મહત્યા 
  • ચોક્કસ કારણ  નહિ, પોલીસ તપાસ ચાલુ 

દીપાવલીના તહેવારો નજીક છે ત્યારે ઉચ્ચ ભ્રુ વર્ગના નાગરિકોના આત્મહત્યાના બનાવો એક સામાજિક ચિંતનનો વિષય બન્યા છે.અભ્યાસ કરતા તબીબો,શિક્ષકો અને ધનાઢ્ય ઘરની મહિલાઓના આત્મહત્યાના કિસ્સા વધતા ચાલ્યા છે.ત્યારે, આવો જ એક વધુ બનાવ સુરતની હોસ્પીટલનો સામે આવ્યો છે.સુરત સ્મીમેર હોસ્પિટલની રેસિડેન્ટ મહિલા તબીબની આત્મહત્યાએ ચકચાર મચાવી દીધી છે.

સમાજના એવા શિક્ષિત વર્ગમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે જે ચિંતાનો વિષય તો છે જ સાથે ચિંતનનો પણ. સુરતની સ્મીમેર હોસ્પીટલમાં ગાયનેક વિભાગમાં ફરજ બજાવતી ડો.જીગીષા પટેલ નામક વિદ્યાર્થીનીએ સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલના રૂમમાં જ કર્યો આત્મહત્યા વહોરી લીધી. મહિલા તબીબે ઇન્જેક્શનના વધુ પડતા ડોઝ લઇને આપઘાત કરતા તબીબી આલમમાં શોકની લાગણી પ્રસરી છે.જો કે, ડો.જીગીશાએ કયા સંજોગોને આધીન આત્મહત્યા કરી છે તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. 

ભરૂચમાં શિક્ષકનો આપધાત 

ગુજરાતમાં એકાએક આપઘાતના કિસ્સાઑ વધી રહ્યા છે કોઈ નદીમાં ઝપલાવી જીવન ટુકાવી રહ્યું છે. તો કોઈ ઝેરી દવા ગટગટાવી દુનિયાને છોડી રહ્યું છે. ક્યાંક ઘર કંકાસ મુખ્ય કારણ છે તો ક્યાંક આર્થિક ભીંસને કારણે આપઘાતની ઘટનાઓ બની રહી છે.આવું જ કઈક બન્યું છે ભરૂચના ડેડીયાપાડામાં, 40 વર્ષીય શિક્ષક ધર્મેશ રંગુભાઈ ગાવિતે પંખે લટકી ગળે ફાસો દઈ આપઘાત કરી લેતા એરેરાટી વ્યાપી છે.

નશાની હાલતમાં જીવન ટૂંકાવ્યુ હોવાની શંકા

આત્મહત્યા આ શબ્દમાં જ હત્યા છે, અને એ પણ જો જ્ઞાન આપનાર શિક્ષક જ પોતાની જાતને મોતના ફાંસા પર લટકાવી દે તો આનાથી કરુંણ અંજામ બીજો કઈ નથી. 
ભરૂચના ડેડીયાપાડામાં આવેલા નવાગામ પાનુડા ગામના 40 વર્ષીય ધર્મેશ રંગુભાઈ ગાવિત નામના શિક્ષકે આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર ગાદલાંના ઓસાળ જેવી વસ્તુ પંખે લટકાવી, ખુરશી પર ચડી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શિક્ષકે નશાની હાલતમાં આ પગલું ભર્યું છે. 
શિક્ષકે આપઘાત કર્યાની જાણ પોલીસને થતાં ઝઘડીયા પોલીસ સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે તપાસ અર્થે જોતરાયો છે. હાલ આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી કે કોઈ સુસાઈડ નોટ પણ મળી આવી હોય તેવો ઉલ્લેખ નથી. શિક્ષકે ઘરકંકાસ, આર્થીક ભીંસ કે અન્ય કોઈ કારણ સર આપઘાત કર્યો છે કે કેમ તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. મૃતક શિક્ષકે નશાની હાલતમાં પોતાનો જીવ ટુકાવ્યો હોવાની માહિતીથી હાલ તો ગ્રામ્ય પંથકમાં અનેક ચર્ચાઑ થઈ રહી છે. પોલીસ આસપાસ લોકો તેમજ શિક્ષક સ્ટાફ અને મિત્ર વર્તુળમાં પણ પૂછપરછ કરી રહી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Smimer hospital female doctor surat suside આત્મહત્યા મહિલા તબીબ સુરત સ્મીમેર હોસ્પિટલ surat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ