બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / The Kshatriya community strongly opposed Rupala's powerful campaign
Last Updated: 09:20 PM, 5 April 2024
પરશોતમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. ત્યારે વિરોધ વચ્ચે રૂપાલાએ રાજકોટ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા ક્ષત્રિય સમાજના કુળદેવી મા આશાપુરાના રૂપાલાએ આશિર્વાદ લીધા હતા. બીજી તરફ રૂપાલાએ આત્મનિર્ભર મહિલા સંમેલનનું આયોજન કર્યું. જેમાં રૂપલા ટિફિન લઇને પહોંચ્યા. આ સંમેલનમાં રૂપાલાએ મહિલા કાર્યકરો સાથે સંવાદ કર્યો. સંવાદ બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરાયું હતું.
ADVERTISEMENT
આત્મનિર્ભર મહિલા સંમેલનનું આયોજન કર્યું
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોતમ રૂપાલાએ ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો છે.રાજકોટમાં રૂપાલાએ આત્મનિર્ભર મહિલા સંમેલનનું આયોજન કર્યું..જેમાં રૂપલા ટિફિન લઇને પહોંચ્યા. આ સંમેલનમાં રૂપાલાએ મહિલા કાર્યકરો સાથે સંવાદ કર્યો. સંવાદ બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે ટિફિન બેઠકનું પણ આયોજન કરાયું. આ બેઠકમાં રૂપાલાએ મોહન કુંડારિયા સાથે ભોજન લીધું. મહિલાઓ સાથે ભોજન કરી રૂપાલાએ પ્રચારના શુભારંભ કર્યો. મહત્વનું છેકે ટિફિન બેઠક પરશોતમ રૂપાલાના પ્રચારનો એક અનોખો અંદાજ છે. જેમાં કાર્યકરો અને નેતાઓ મતવિસ્તારમાં ટિફિન બેઠક યોજે છે. આ ટિફિન બેઠક દરમિયાન મતદારો ભોજન સાથે તેમના મતવિસ્તારના મુદ્દાઓ અંગે ચર્ચા કરે છે. 'જેમના ભોજન ભેગા તેમના મન ભેગા'ની કહેવતમાં વિશ્વાસ રાખતા રૂપાલાના પ્રચારનું આ માધ્યમ ખુબ જ વિશેષ છે. ત્યારે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. તેવામાં રૂપાલાએ ભોજન દ્વારા મતદારો સુધી પહોંચવા ટિફિન બેઠકનો પ્રારંભ કરાવ્યો.
ADVERTISEMENT
રૂપાલાએ આશાપુરા માતાજીના દર્શન કર્યા
ક્ષત્રિય રાજાઓ અંગે વિવાદિત નિવેદન આપ્યા બાદ રોષનો સામનો કરી રહેલા પરશોતમ રૂપાલા યેનકેન પ્રકારે ક્ષત્રિય સમાજને મનાવવાની કોશીશ કરી રહ્યા છે. અગાઉ 3 વખત જાહેરમાં માફી માગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજના સતત રોષને લઇ હવે રૂપાલાએ ક્ષત્રિય સમાજને અનોખી રીતે મનાવવાનો પ્રયાસ કર્યો છે. રૂપાલાએ રાજકોટ પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા ક્ષત્રિય સમાજના કુળદેવી મા આશાપુરાના રૂપાલાએ આશિર્વાદ લીધા. પરશોતમ રૂપાલાએ આશાપુરા મંદિરના દર્શન કરી મા આશાપુરાને ચુંદડી ચડાવી પ્રસાદ ધર્યો હતો. મહત્વનું છે કે ગુરુવારે દિલ્લીથી પરત ફરેલા રૂપાલાએ નવેસરથી ક્ષત્રિય સમાજને મનાવવા માટે પ્રયાસ હાથ ધર્યો છે. બીજી બાજુ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ કાપવાની સતત ઉગ્ર માગ કરી રહ્યો છે. કહેવાય છે કે માફી માગનાર વીર હોય છે..અને માફી આપનાર મહાવીર. એક સ્વસ્થ લોકશાહીમાં ધાર્મિક બાબતોને લઇ વિવાદ થાય તે સારી બાબત તો ન કહી શકાય...જો કે ભારતની લોકશાહીમાં ધર્મ અને જ્ઞાતિના મિશ્રણમાં અનેકવખત ચૂંટણી વખતે ધાર્મિક મુદ્દાઓ હાવી થઇ જાય છે..જેમાં છેવાડાના માનવીના અસલ મુદ્દાઓ દૂર રહી જતા હોય છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં શરૂ થયેલો વિવાદ જલ્દી ઉકેલાય તેવી માગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ ગુજરાતમાં ત્રણ દિવસ કાળઝાળ ગરમી, ત્યારબાદ માવઠું, અંબાલાલ પટેલની આગાહી
બારડોલીમાં રાજપૂત સમાજ ટ્રસ્ટ આવેદનપત્ર પાઠવ્યું
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ આપેલા વિવાદીત નિવેદનને લઈને સુરતના બારડોલીમાં પ્રાંત અધિકારીને રાજપૂત સમાજ ટ્રસ્ટએ આવેદન આપ્યું હતું. આવેદન આપીને તેમના વિવાદીત નિવેદનને લઈને વિરોધ નોંધાવ્યો અને રાજપૂત સમાજની એક જ માંગ છે કે પરશોતમ રૂપાલાની ઉમેદવારી રદ્દ થાય. રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા પણ ઉગ્ર લડતની ચીમકી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.