બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / The Kerala Story crew member receives threat no fir mumbai police provides security
Arohi
Last Updated: 09:34 AM, 9 May 2023
ADVERTISEMENT
'ધ કેરલ સ્ટોરી'ને લઈને વિવાદોનો દોર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે ખબર છે કે ફિલ્મના ક્રૂ મેમ્બરને ધમકી મળી છે જેના બાદ મુંબઈ પોલીસની તરફથી તેને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસની તરફથી કહેવામાં આવ્યું છે કે ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ના એક ક્રૂ મેમ્બરને એક અજાણ્યા નંબરથી ધમકી ભરેલો મેસેજ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે 'ધ કેરલ સ્ટોરી'ના નિર્દેશક સુદીપ્તો સેને મુંબઈ પોલીસને જાણકારી આપી છે કે ફિલ્મના ક્રૂ મેમ્બર્સમાંથી એક શખ્સને અજાણ્યા નંબરથી ધમકી ભરેલા મેસેજ મળ્યા છે.
ધમકી પર લેખિત ફરિયાદ નહીં
પોલીસે જણાવ્યું, "મેસેજ મેકલનાર શખ્સે ક્રૂ મેમ્બરને એવું કહેતા ધમકી આપી કે તે એકલા ઘરમાંથી બહાર ન નિકળે. તેમણે આ સ્ટોરી બતાવીને સારૂ કામ નથી કર્યું." ધમકી મળ્યા બાદ પોલીસની તરફથી તેમને સુરક્ષા આપવામાં આવી રહી છે. પરંતુ તેમણે તેના પર કોઈ એફઆઈઆર નથી નોંધી. કારણ કે આ સંબંધમાં કોઈ લેખીત ફરિયાદ નોંધવામાં નથી આવી.
બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની વાળી તૃણમૂલ કોંગ્રેસ સરકારે આ વિવાદિત ફિલ્મ પર પ્રતિબંઝ લગાવી દીધો છે. રાજ્ય સરકારે એમ કહેતા પોતાની આ ફિલ્મમાંથી પ્રસારણ પર રોક લગાવી દીધી હતી કે તેનાથી શાંતિ વ્યવસ્થા ખરાબ થઈ શકે છે અને ધૃણા અને હિંસા ફેલાઈ શકે છે.
પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર લાગી રોક
ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' પર બેન લગાવનાર પશ્ચિમ બંગાળ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. તે ત્રણ મહિલાઓના સંઘર્ષો પર આધારિત ફિલ્મ છે અને તેમાં દર્શાવવામાં આવે છે કે વિવાહ દ્વારા પહેલા તેમનું ધર્મ પરિવર્તન કરવવામાં આવે છે. પછી તસ્કરી દ્વારા તે ગમેતે રીતે આઈએસઆઈએસ કેમ્પ સુધી પહોંચી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.