બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / The Kerala Story became the most hit film of 2023 in 13 days, many records were broken
Megha
Last Updated: 12:44 PM, 18 May 2023
ADVERTISEMENT
લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે પણ ગયા વર્ષની 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ આ ટ્રેન્ડને બદલ્યો હતો અને હવે ત્યારે હવે 'ધ કેરલા સ્ટોરી' ફિલ્મની કમાણીએ આ ટ્રેન્ડ બદલ્યો છે.
'ધ કેરલા સ્ટોરી' એ રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરી
જણાવી દઈએ કે 5 મેના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી 'ધ કેરલા સ્ટોરી'માંથી કોઈને મોટા ધમાકાની અપેક્ષા નહતી પણ વિવાદોને કારણે આ ફિલ્મને ઘણી લાઈમલાઈટ મળી હતી. જો કે તેમ છતાં કોઈએ વિચાર્યું ન હતું કે તે રેકોર્ડ બ્રેકિંગ ઝડપે કમાણી કરશે. પરંતુ 'ધ કેરલા સ્ટોરી' તમામ અપેક્ષાઓને પાછળ છોડીને તોફાની ગતિએ કમાણી કરી રહી છે.
ADVERTISEMENT
'તુ જૂઠી મેં મક્કાર'ને છોડી પાછળ
જણાવી દઈએ કે સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' વર્ષની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની છે અને આ ફિલ્મે રણબીર કપૂર-શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'ના લાઇફટાઇમ કલેક્શનને રિલીઝના બે અઠવાડિયાથી ઓછા સમયમાં પાર કરી લીધું છે. રિપોર્ટ અનુસાર 'તુ જૂઠી મેં મક્કાર' ફિલ્મે 149.05 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
#TheKeralaStory maintains a STRONG GRIP… Crosses *Week 1* biz [₹ 81.14 cr] in *6 days* of *Week 2*… Should hit ₹ 200 cr in Weekend 3… [Week 2] Fri 12.35 cr, Sat 19.50 cr, Sun 23.75 cr, Mon 10.30 cr, Tue 9.65 cr, Wed 7.90 cr. Total: ₹ 164.59 cr. #India biz. #Boxoffice pic.twitter.com/lrCZN4xZkx
— taran adarsh (@taran_adarsh) May 18, 2023
'ધ કેરલા સ્ટોરી' એ 13મા દિવસે કેટલી કમાણી કરી
'ધ કેરલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ ઘણા વિવાદોમાં ઘેરાયેલી છે પરંતુ તેને દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે 'ધ કેરલા સ્ટોરી'ની રિલીઝના 13મા દિવસના કલેક્શનના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'ધ કેરલા સ્ટોરી' એ બીજા બુધવારે એટલે કે 13માં દિવસે 9.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જે બાદ હવે ફિલ્મની કુલ કમાણી 165.94 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ટ્રેડ એનાલિસ્ટ અનુસાર, 'ધ કેરલા સ્ટોરી' એ200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરે તેવી શક્યતા છે. આ સાથે શાહરૂખ ખાનની 'પઠાણ' પછી આ આંકડો પાર કરનારી વર્ષ 2023 ની બીજી હિન્દી ફિલ્મ બની જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.