ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / the interesting facts of Nile river of Egypt

જાણવા જેવું / આફ્રિકાની નાઇલ નદી 3 કરોડ વર્ષ જુની: તેનું વહેણ પણ બદલાયું નથી!

Published By: Parth

Last Updated: 07:26 PM, 14 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણી ગંગા નદી અત્યંત પવિત્ર અને સ્વર્ગમાંથી ઉતરી હોવાનું મનાય છે.ગંગા નદી હજારો વર્ષથી વહી રહી છે.જોકે તે કેટલી પ્રાચીન છે તેના પર ઠોસ વૈજ્ઞાનિક સંશોધન થયા નથી.પરંતુ દુનિયાની સૌથી મોટી નદીઓમાંની એક એવી આફ્રિકાની નાઇલ નદી 30 મિલિયન એટલે કે 3 કરોડ વર્ષથી વહેતી હોવાનો ખુલાસો એક સંશોધનમાં થયો છે.આ પહેલા નાઇલ નદી 50 લાખ વર્ષ પ્રાચીન હોવાનું મનાતું હતું.

ADVERTISEMENT

  • પ્રાચીન કાળથી નદીના કિનારાના વિસ્તારોમાં સૌ પ્રથમ સંસ્કૃતિઓ ફુલી ફાલી 
  • ઇજિપ્તની સંસ્કૃતિમાં પણ નાઇલનો મોટો ફાળો
  • જો નાઇલનું વહેણ સમય જતાં નોંધપાત્ર રીતે બદલાયું હોત તો માનવ જાતિનો ઇતિહાસ પણ કદાચ અલગ હોત

સામાન્ય રીતે સમય જતાં નદીનું વહેણ અને દિશા બદલાય છે.જોકે નાઇલ નદી લાખો વર્ષોથી એકધારી રીતે તેના મુળ વહેણમાં જ વહી રહી છે.જેનું રહસ્ય હજુ વિજ્ઞાનીઓ પણ સમજી શક્યા નથી.પરંતુ ટેકસાસની ઓસ્ટિન યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે ખાસ ભૌગોલિક રચનાના કારણે નાઇલનું વહેણ યથાવત રહ્યું છે.જો નાઇલનું વહેણ સમય જતાં નોંધપાત્ર રીતે બદલાયું હોત તો માનવ જાતિનો ઇતિહાસ પણ કદાચ અલગ હોત.

નાઇલના વહેણ માટે કુદરતી રીતે આફ્રિકાની જમીન પર બનેલો ઢાળ પણ જવાબદાર

ઇજિપ્તની સંસ્કૃતિ હજારો વર્ષ જુની છે.ત્યાંના ભવ્ય પિરામિડ સહિતના સ્થાપત્યો તેની ગવાહી આપતા આજે પણ ઉભા છે.ઇજિપ્તની સંસ્કૃતિમાં પણ નાઇલનો મોટો ફાળો છે.પ્રાચીન કાળથી નદીના કિનારાના વિસ્તારોમાં સૌ પ્રથમ સંસ્કૃતિઓ ફુલી ફાલી છે.ઇજિપ્તમાં પણ નાઇલ પ્રાચીન સંસ્કૃતિ કાળથી એ જ રીતે વહી રહી છે.સંશોધકો કહે છે કે નાઇલના વહેણ માટે કુદરતી રીતે આફ્રિકાની જમીન પર બનેલો ઢાળ પણ જવાબદાર છે.કરોડો વર્ષ પહેલા પૃથ્વીના ભુગર્ભમાં મચેલી ઉથલપાથલ અને જવાળામુખી ફાટવાથી બનેલા લાવાના ખડકોના કારણે એક કુદરતી પાથ તૈયાર થયો છે. 

 ટેકનિકથી હવે ચીનની યાંગ્ત્ઝે અને આફ્રિકાની કોંગો નદી પર સંશોધન થઇ શકશે

સંશોધકોએ હજારો વર્ષ પહેલાના આફ્રિકાના ભૌગોલિક અને ભુસ્તરીય ઇતિહાસની પણ બારીકાઇથી જાણકારી મેળવી હતી.જોકે નાઇલ કેવી રીતે ઉદભવી અને આટલા લાંબા સમયથી કેમ યથાવત રીતે વહી રહી છે તેનો ચોક્કસ જવાબ હજુ સંશોધકોને મળ્યો નથી.છતાં નવા સંશોધનો એકદમ એકસાઇટિંગ છે તેમ સંશોધકો કહી રહ્યા છે.આ ટેકનિકથી હવે ચીનની યાંગ્ત્ઝે અને આફ્રિકાની કોંગો નદી પર સંશોધન થઇ શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

China Egypt africa nile river આફ્રિકા નાઇલ Report

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ