બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / The Gujarat High Court has rejected a plea seeking a stay on the operation of the ropeway on Chotila

Short & Simple / હવે ચોટીલાના ચામુંડા માતાજીના દર્શન થશે સુલભ, રોપ-વેનો માર્ગ થયો મોકળો, હાઇકોર્ટે આપ્યો આદેશ

Malay

Last Updated: 04:59 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માં ચામુંડાના ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચોટીલા ડુંગર પર રોપ-વેની કામગીરી પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

 

  • રોપ-વે આડે તમામ અવરોધો દૂર
  • ગુજરાત હાઈકોર્ટે કામ રોકવાની મનાઈ કરી
  • રોપ-વેનું કામ બંધ કરાવવા થઈ હતી અરજી

ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે જવા માટે ચોટીલા ડુંગર પર રોપ-વેની કામગીરીનો માર્ગ મોકળો થઈ ગયો છે. આજે ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ માંગણીઓ ફગાવી દીધી છે. મહત્વનું છે કે અરજદારે અરજીમાં રોપ-વેની કામગીરી પર રોક લગાવવાની માંગ કરી હતી. 

ટેક્નોલોજીને લઈને ઉભો થયો હતો વિવાદ 
ચોટીલા ડુંગર પર રોપ-વેને લગાવવા માટેની ચર્ચા ચાલી રહી છે. આ અંગે કેબિનેટ દ્વારા પ્રસ્તાવિત મંજૂરી પણ આપી દેવાઈ હતી.  જોકે, રોપ-વેની ટેક્નોલોજીને લઈને વિવાદ ઉભો થયો હતો. જે બાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. એક અરજદારે આઉટડેટેડ ટેક્નોલોજીવાળા રોપ-વેની મંજૂરી સામે સવાલ ઉઠાવ્યા હતા. 

હાઈકોર્ટે ફગાવી દીધી અરજી 
અરજીમાં જણાવાયું હતું કે, જો આઉટડેટેડ ટેક્નોલોજીવાળા રોપ-વે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બની શકે છે. રોપ-વેનું કામ જેને સોંપવામાં આવ્યું છે તેને આ પ્રકારનો કોઈ અનુભવ જ નથી. જોકે, હવે હાઈકોર્ટે આ અરજીને દીધી છે. 

 રોપ-વેનું કામ ક્યાં પહોંચ્યું?

  • ચોટીલા રોપ-વેને રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મંજૂરી મળી
  • એ વખતે બિન અનુભવી કંપનીને કોન્ટ્રાક્ટ મળતા પ્રોજેક્ટ અટવાયો
  • હવે ડિસેમ્બર 2023માં ચોટીલા રોપ-વે શરૂ કરવાનું આયોજન છે
  • હાલ આબુની એક કંપની રોપ-વેનું નિર્માણ કરી રહી છે
  • શ્રી ચામુંડા માતાજી ટ્રસ્ટે રોપ-વે બનાવતી કંપની સામે અરજી કરી હતી
  • ટ્રસ્ટનો આરોપ હતો કે કંપનીને અનુભવ નથી અને તેને કોન્ટ્રાક્ટ અપાયો છે
  • સરકારે ટેન્ડર પ્રક્રિયા વિના કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે
  • ચામુંડા માતાજી ટ્રસ્ટે રોપ-વે કંપની પર યોગ્ય કામ નહી કરવાનો આરોપ કર્યો હતો
  • 2021માં ટ્રસ્ટે કંપની વિરુદ્ધ અરજી કરી હતી હવે હાઈકોર્ટે અરજીને ફગાવી છે
  • ટ્રસ્ટનો આરોપ હતો કે મોરબી જેવી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ