બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The governor took the false cow worshipers with his hands

VIDEO / દૂધ ન આપે એટલે કાઢી મૂકવાની પછી કહેશે ગૌમાતા કી જય, ઢોંગી નંબર-વન: રાજ્યપાલનું નિવેદન

Malay

Last Updated: 12:13 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાંદોદ તાલુકાના પોઇચા ગામે યોજાયેલા “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે” પરિસંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલે ખોટા ગૌભક્તોને લીધા હાડેહાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે, મનુષ્ય ગૌમાતાની પૂજા કરે છે, માથે તિલક લગાવે છે પણ જો ગૌમાતા દૂધ આપતી બંધ થઈ જાય તો તેને છોડી મૂકે છે.

 

  • “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે” પરિસંવાદ
  • રાજ્યપાલે ખોટા ગૌભક્તોને લીધા હાડેહાથ
  • ગાય માતાને સમજો અને જાણો: આચાર્ય દેવવ્રત


નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામે નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “પ્રાકૃતિક કૃષિ, પ્રકૃતિના શરણે” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરમાં જિલ્લાના ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. 

પ્રાકૃતિક ખેતીથી આપોઆપ ખુશ થઈ જશે ભગવાનઃ રાજ્યપાલ

પોતાના પ્રવચનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, 'લોકો મંદિર મસ્જિદ, ગુરુદ્વારમાં જાય છે કે ભગવાન ખુશ થશે પરંતુ મારું માનવું છે કે પ્રાકૃતિક ખેતી કરો ભગવાન આપોઆપ ખુશ થશે. રસાયણિક ખેતી તો પ્રાણીઓને મારવાનું જ્યારે પ્રાકૃતિક ખેતીથી પ્રાણીઓને જીવનદાન મળે છે.  પ્રાકૃતિક ખેતીનું અભિયાન કોરોના કાળને બાદ કરતા છેલ્લા ત્રણેક વર્ષથી ખૂબ જ ગતિથી આગળ વધી રહ્યું છે. નર્મદા જિલ્લાની આશરે 3371 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. જો દેશના ખેડૂતો આત્મનિર્ભર બનશે, તો દેશ પણ આત્મનિર્ભર બનશે. પ્રાકૃતિક ખેતી જ ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.'

ગાય દૂધ નથી આપતી ત્યારે ઘરથી બહાર કાઢી મૂકો છો
 
રાજ્યપાલે કહ્યું હતું કે, તમે જય તો બહુ બોલો છો ગાયમાતાની, પુજા, તિલક પણ કરો છો, ઘંટડી પણ વગાડો છો. પરંતુ જ્યારે ગાય દૂધ નથી આપતી ત્યારે ઘરથી બહાર કાઢી મૂકો છો. નથી દૂધ પીતા કે નથી ગાય રાખતા, છતાં ગાય માતાની જય બોલાવે છે. એટલા માટે જ હું કહું છું કે હિન્દુ સમાજ ઢોંગી નંબર વન છે. સ્વાર્થ માટે ગાય માતાની જય હો માત્ર બોલે છે તેવું રાજ્યપાલે જણાવ્યું હતું.

પોઇચા ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષા વસાવા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા સહિત મોટી સંખ્યમાં સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ