બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The government will no longer spare those who charge more than the price printed on the packets
Priyakant
Last Updated: 12:55 PM, 21 February 2024
Weight & Measure Department : વિવિધ પેકેટો પર છપાયેલી કીંમત કરતા વધુ નાણા પડાવનારા વેપારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. વધુ રકમ લેનારા વેપારીઓને છોડવામાં નહી આવે અને નિયમો મુજબ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં તોલમાપ તંત્ર દ્વારા જેટલા વ્યાપારી એકમોએ પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલાતી હોય તેવા તમામ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
તોલમાપ તંત્ર દ્વારા તા. 31-12-2023ની સ્થિતીએ કુલ 99 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વર્ષ 2022 માં 63 તથા વર્ષ 2023માં 36 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ 99 વ્યાપારી એકમો સામે છેલ્લા 2 વર્ષમાં કુલ રૂ.2,62,000 માંડવાળ ફી વસુલવામાં આવી છે. જેમાં વર્ષ 2022માં રૂ.1,49,000 જ્યારે વર્ષ 2023માં રૂ.1,13,000 જેટલી માંડવાળ ફી વસુલ કરવામાં આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT