બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 13 coaches, 15 trainers were fired together in the SAG malpractice case

એક્શન / SAGમાં ગેરરીતિ મામલે મોટી કાર્યવાહી: એકસાથે 13 કોચ, 15 ટ્રેનર્સને કાઢી મૂકાયા, જાણો 5 મુખ્ય કારણ

Priyakant

Last Updated: 11:03 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sports Authority of Gujarat Latest News: SAG ડાયરેક્ટર જનરલે એક સાથે કાયમી ભરતીના (વર્ગ-3)ના છ જેટલા કોચની બદલીના આદેશો કર્યા તો અન્ય એક કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો

Sports Authority of Gujarat : સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એટલે કે SAGમાં લાંબા સમયથી કાયમી ભરતીના અને કોન્ટ્રાક્ટ ઉપર સેવા આપી રહેલા વિવિધ રમતોના કોચ તેમજ ટ્રેનર્સ સામે આર્થિક, વહીવટી, નૈતિક ગેરવર્તણૂંક સંદર્ભે ફરિયાદો અનેકવાર સામે આવતી હતી. જોકે હવે SAG ડાયરેક્ટર જનરલે એક સાથે કાયમી ભરતીના (વર્ગ-3)ના છ જેટલા કોચની બદલીના આદેશો કર્યા છે. આ સાથે અન્ય એક કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં ગ્રાઉન્ડ ઉપર રમતવીરો તૈયાર કરવા ટ્રેઈનિંગ આપવાને બદલે ગાંધીનગરની SAG હેડ ઓફિસોમાં બેસીને માત્ર વહીવટી કામો જ કરતા ડિસ્ટ્રિક્ટ કોચ કેડરના અનેક અધિકારીઓ સામે કાર્યવાહી થઈ છે. આ લોકો સામેની ફરિયાદો રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી સમક્ષ પહોંચતા તપાસના આદેશો થયા હતા. આ તરફ તપાસમાં પુરાવા પ્રાપ્ત થતા મંગળવારની સવારે SAGના ડાયરેક્ટર જનરલ આર. એસ. નિનામાને કાયમી ભરતીના છ કોચની તત્કાળ અસરે બદલી કરી અને એક કોચને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. 

13  કોચ અને 15 ટેનર્સને પણ તત્કાળ અસરથી છુટા કરવા આદેશ  
આ તરફ વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કાર્યરત 13 જેટલા કોચ અને 15 ટેનર્સને પણ તત્કાળ અસરથી છુટા કરવાનો પણ નિયામકે આદેશ કર્યો છે. એક ચર્ચા એવી પણ છે કે, SAGએ વર્ષો અગાઉ કાયમી ભરતી હેઠળ 160થી વધારે કોચને નવા રમતવીરો તૈયાર કરવા કામગીરી સોંપી હતી. જોકે મોટાભાગના કોચ ગ્રાઉન્ડ ઉપર રમતવીરોને તાલીમ આપવાની જગ્યાએ ઓફિસમાં બેસીને જ આર્થિક અને વહીવટી કામ સંભાળતા હતા. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 18થી વધુ ડિસ્ટ્રિક્ટ કોચે પોતાના મિત્રો, સગા સબંધીઓને કોન્ટ્રાક્ટ ઉપર ભરતી કરી ઊંચા પગારે SAGમાં ગોઠવ્યા હતા. તેમની સામે પણ કાર્યવાહી થઈ છે.

વધુ વાંચો: CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, PMના પ્રવાસથી લઇને કૃષિ સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા

કાર્યવાહી માટે આ 5 મુખ્ય કારણ જવાબદાર ? 

  • અન્ય જિલ્લામાં નિમણૂંક છતાંય ગાંધીનગરમાં SAG હેડ ઓફિસમાં આઠ-નવ વર્ષથી સોંપાતું કામ
  • આઉટસોર્શિંગની તમામ સેવાઓમાં પોતાના જ માણસોની ગોઠવીને કમિશન લેવાનું કૌભાંડ 
  • સ્પોટર્સ હોસ્ટલમાં કેફી પીણા, દારૂની પાર્ટીઓની ફરિયાદો તેમજ વારંવાર થતા છેડતીના આક્ષેપો
  • જિલ્લા સ્પોર્ટ્સ સંકૂલને અપતી ગ્રાન્ટમાં કટકી, કાર્યક્રમોના આયોજનોના ઊંચા ખર્ચા
  • રમત ગમતના સાધનો, કેટરિંગ, મેનપાવર માટે એજન્સી કે કોન્ટ્રાક્ટર પસંદગી ચાલતો ભ્રષ્ટ્રચાર

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ