બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The government will decide whether Bhadarvi Poonam fair will be held in Ambaji or not!

નિર્ણય / આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને અસમંજસતા, મંદિર ટ્રસ્ટે આખરી નિર્ણય સરકાર પર છોડ્યો

Kiran

Last Updated: 05:18 PM, 2 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે મેળો યોજાશે કે નહીં તેને લઈ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે મંદિર ટ્રસ્ટે મેળાને લઈ છેલ્લો નિર્ણય સરકાર પર છોડ્યો છે.

  • અંબાજીમાં ભાદરવી મેળાને લઈ અસમંજસતા
  • મેળાને લઈ હજુ સુધી નિર્ણય લેવાયો નથી
  • ટ્રસ્ટ આખરી નિર્ણય સરકાર પર છોડ્યો

આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને યોજાશે કે નહીં તેને લઈ ભક્તોમાં અસમંજસતા, કોરોના મહામારીને પગલે ગત વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાયો ન હતો ત્યારે આ વખતે મેળો યોજાશે કે નહીં તેને લઈ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી ત્યારે મેળાને લઈ છેલ્લો નિર્ણય સરકાર પર છોડ્યો છે.  

મોટી સંખ્યામાં ભક્તો આવે છે દર્શનાર્થે 

અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળા પહેલાં બેથી 6 માસ અગાઉ જ વહીવટી તંત્ર મેળાની તૈયારીઓમાં લાગી જતું હતું હોય છે. ત્યારે ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળાને ઘણા ખરા દિવસો બાકી ત્યારે અંબાજીમાં મેળાને લઈને કોઈ જ તૈયારી જોવા મળી રહી નથી જેને લઈ ભક્તોમાં અસમંજસતા જોવા મળી રહી છે. 


<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/ambaji' title='Ambaji'>Ambaji</a> Temple
 

અંબાજીમાં ભાદરવી મેળાને લઈ અસમંજસતા

ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીને જોતા આ વખતે પણ ગત વર્ષની જેમ મેળો મુલતવી રહે તેવું વર્તાઈ રહ્યું છે, મહત્વનું છે કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા આ વખતે પણ મંદિરના મેળો મોકૂફ રાખવામાં આવે તેવું લાગી રહ્યું છે પરતું હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, મંદિર પ્રસાશન દ્વારા પણ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમનો મેળો યોજાશે કે નહીં તે નિર્ણય સરકાર પર છોડી દેવામાં આવ્યો છે.

મેળો યોજાશે કે કેમ તે અંગે ભક્તોમાં અસમંજસતા

ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોય છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં માઈભક્તો પગપાળા કરીને અંબાજી પહોંચતા હોય છે. જો કે, કોરોના મહામારીને કારણે અંબાજીમાં ભરાતો પૂનમનો મેળો ગતવર્ષે બંધ રાખવામાં આવ્યો હતો અને ચાલુ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો 14 સપ્ટેમ્બરથી શરૂ થનાર છે. ત્યારે  આ વર્ષે પણ મેળો યોજાશે કે નહીં તે અંગે અસમંજસતા જોવા મળી રહી છે.


અંબાજીમાં ભક્તોનું ઘોડાપુરઃ બીજા દિવસે 4 લાખ ભક્તો મા અંબાના દર્શન કર્યા |  gujarat bhadarvi poonam fair 3rd day 4 lakhs people visit ambaji temple
 

મેળાને લઈ હજુ સુધી નિર્ણય લેવાયો નથી

મહત્વનું છે આ વખતે પણ કોરોના મહામારીને જોતા રાજ્યમાં અનેક મેળાઓ યોજાવામાં આવી રહ્યા નથી, જેમાં તરણેતરનો મેળો પણ મુલતવી રાખવામાં આવ્યો હતો જ્યારે  સરકારે વિવિધ જિલ્લાના લોકપ્રિય મેળાઓ મુલતવી રાખવાના આદેશો કર્યા છે ત્યારે આ વખતે અંબાજીમાં  ભારદવી પૂનમના મેળાને લઈ સરકાર નિર્ણય લઈ શકે છે અંબાજીમાં પગપાળા આવતા યાત્રીઓની સુખાકારી માટે અને સ્વાસ્થ્ય જોખમાય નહીં તે માટે સરકાર શું નિર્ણય લે છે એ હવે જોવાનું રહ્યું ?

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Fair Government bhadarvi poonam અંબાજી ગુજરાત સરકાર ભક્તો ભાદરવી મેળો Bhadarvi Poonam fair
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ