બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / The gift of metro train turned out to be a 'winner' for some shopkeepers in Thaltej

વ્યથા / ધંધો છોડી મજબૂરીમાં નોકરી કરી શરૂ, વ્યાજનું ચકરડું ચાલુ, મેટ્રો ટ્રેનની ગિફ્ટ થલતેજના કેટલાક દુકાનદારો માટે ‘પનોતી’ સાબિત થઈ

Dinesh

Last Updated: 08:29 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને મેટ્રો ટ્રેનની ‌ગિફ્ટ મળી છે ત્યારે ખાસ કરીને કેટલાક લોકોના રોજગાર પણ મેટ્રોના કારણે છીનવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે

  • મેટ્રો ટ્રેનની ગિફ્ટ થલતેજના કેટલાક દુકાનદારો માટે ‘પનોતી’ સાબિત થઈ
  • કોઈએ દુકાન વેચવા કાઢી તો કોઈએ મજબૂરીમાં નોકરી શરૂ કરવી પડી
  • કેટલાક વેપારીઓ ધંધો બચાવવા વ્યાજખોરોના વિષચક્રમાં પણ ફસાયા

અમદાવાદને મેટ્રો ટ્રેનની ભેટ મળતાંની સાથે જ અમદાવાદીઓના મોઢા પર એક અલગ પ્રકારની રોનક આવી ગઈ છે. આજે દરેક અમદાવાદી ગર્વથી કહે છે, અમારે તો મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે. વર્ષો પહેલાં જ્યારે મેટ્રો ટ્રેનનો પાયો ખોદાયો ત્યારથી શહેરમાં ઠેરઠેર ખોદકામ થતાં હતાં, જેના કારણે વાહનચાલકો ખૂબ હેરાન થયા હતા. શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ હજુ સુધી પરિપૂર્ણ થયું નથી ત્યારે ક્યાંક ક્યાંક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ઊબડખાબડ રસ્તા, ટ્રાફિકની સમસ્યા જેવી અનેક સમસ્યા મેટ્રોના કામને લઈ જોવા મળી રહી છે. 

રોજગાર પણ મેટ્રોના કારણે છીનવાઈ ગયા ?
અમદાવાદને મેટ્રો ટ્રેનની ‌ગિફ્ટ મળી છે ત્યારે ખાસ કરીને કેટલાક લોકોના રોજગાર પણ મેટ્રોના કારણે છીનવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. મેટ્રો ટ્રેનનો પાયો નખાયો ત્યારથી કેટલીક દુકાનો કપાતમાં આવી છે, જેના કારણે દુકાનદારોના રોજગાર છીનવાઈ ગયા છે. આ સિવાય જે લોકોની દુકાનો મેટ્રો ટ્રેન પાસે આવે છે તેમના ધંધા પર ખરાબ અસર પડી છે. આપણે વાત કરી રહ્યા છે થલતેજ વિસ્તારમાં આવેલા મેટ્રો સ્ટેશનની, જ્યાં દુકાનદારોની સૌથી વધુ ખરાબ હાલત જોવા મળી રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી મેટ્રો ટ્રેનનું કામ ત્યાં ચાલુ થયું છે, જેના કારણે દુકાનદારો તેમજ સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થલતેજ સુધી મેટ્રોનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે ત્યારે થલતેજથી શીલજ જવાના રોડ પર મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. કામ ચાલતું હોવાથી વાહનચાલકો પણ હેરાન-પરેશાન થઈ ગયા છે. 

 મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ થતાં ધંધા-રોજગાર પર ખરાબ અસર પડી
ગેરેજ, પાન પાર્લર, મે‌ડિકલ સ્ટોર, ફરસાણ તેમજ ઇલેક્ટ્રોનિક્સનું કામકાજ કરતા વેપારીઓએ તેમની વ્યથા, ધંધાને થયેલું નુકસાન અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. થલતેજ વિસ્તારના દુકાનદારો તેમજ સ્થાનિક રહીશો મેટ્રો ટ્રેનના કારણે વધુ ને વધુ હેરાન-પરેશાન થઇ રહ્યા છે, તેમાંય ચોમાસાની ઋતુમાં તો થલતેજમાં રહેવું એ માથાના દુખાવા સમાન સા‌બિત થઈ જાય છે. મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ થતાં ધંધા-રોજગાર પર ખરાબ અસર પડી રહી છે. વેપારીઓનો જે ધંધો થતો હતો તે મેટ્રોના કારણે ૧૦થી ર૦ ટકા થઈ ગયો છે, જ્યારે કેટલાક વેપારીઓએ બજાર કરતાં અડધા ભાવે દુકાન અને મકાન વેચવા માટે કાઢ્યાં છે.

ધંધા પર પૂર્ણવિરામ મુકાયું
કાંતિભાઈ ઠાકોર, ગેરેજ મા‌લિક
મેટ્રો ટ્રેનનો પાયો નખાયો ન હતો તે પહેલાં અમારો ધંધો સારી રીતે ચાલતો હતો, પરંતુ જ્યારથી મેટ્રોનો પાયો ખોદાયો ત્યારથી ધંધા પર જાણે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આસપાસના લોકો સિવાય કોઈ બહારની વ્યક્તિ પોતાના વાહનનું ‌રિપેરિંગ કરાવવા માટે અમારા ગેરેજ સુધી આવી શકતી નથી. 

રોજ ફક્ત રૂ. ૨૦૦થી ૫૦૦નો વકરો બિ‌પિન ગજ્જર, કર્મચારી, જૈન ગૃહ ઉદ્યોગ
હાલ અમારે રોજનો વકરો ર૦૦થી પ૦૦ રૂપિયાથી વધારે થતો નથી, જેની પાછળનું કારણ મેટ્રો ટ્રેનની કામગીરી છે. જ્યારથી મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ થઈ ત્યારથી ધંધો જાણે કે સાવ જ પડી ભાંગ્યો છે. હાલ ધંધો તૂટીને ર૦થી રપ ટકા થઈ ગયો છે, જેના કારણે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે. 

દુકાનદાર કંગાળ થઈ ગયા
પ્રજ્ઞેશ શાહ, જય ઇલેટ્રોનિક્સ 
સરકારે ફક્ત વિકાસ અને તેમના પ્રોજેક્ટનો જ વિચાર કર્યો છે, જ્યારે દુકાનદાર ભિખારી થઈ ગયા છે. ધંધો ઘટીને ર૦ ટકા થઈ જતાં વેપારીઓ કંગાળ અને દેવાદાર થઈ ગયા છે. કેટલાક વેપારીઓ ધંધો બચાવવા વ્યાજખોરોના વિષચક્રમાં પણ ફસાયા છે. સરકારે મેટ્રો ટ્રેન બનાવતી વખતે જે કમિટમેન્ટ કર્યું હતું તે પૂરું કર્યું નથી. આ સિવાય કેટલાક લોકો તો પોતાની દુકાન અડધા ભાવે વેચીને જતા રહ્યા છે. 

પાંચ દિવસ પહેલાં ફરી ધંધો શરૂ કર્યો
અજય ઠાકોર, ખો‌ડિયાર પાર્લર 
દુકાનો કટિંગમાં આવતી હોવાથી કોઈ ખરીદવા માટે પણ તૈયાર નથી. હું વર્ષોથી ખો‌ડિયાર પાન પાર્લર ચલાવતો હતો. મેટ્રો આવી એ પહેલાં ધંધામાં સારી આવક થતી હતી, પરંતુ હવે બધું પડી ભાંગ્યું છે. ધંધો થતો નહીં હોવાથી મેં મજબૂરીમાં નોકરી ચાલુ કરી હતી, જોકે નોકરીમાં ફાવટ નહીં આવતાં અંતે મેં હજુ પાંચ દિવસ પહેલાં જ ફરી પાન પાર્લર શરૂ કરી દીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ