બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / The game of those who tamper with health is over, the biggest decision taken from Gandhinagar, will be raided for 365 days

સૂચના / આરોગ્ય સાથે ચેડા કરનારાઓનો ખેલ ખતમ, ગાંધીનગરથી લેવાયો સૌથી મોટો નિર્ણય, 365 દિવસ પડશે દરોડા

Vishal Khamar

Last Updated: 07:59 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભેળસેળીયા વેપારીઓ સામે રાજ્ય સરકાર દ્વારા કડક પગલા ભરવાની સૂચના આપી છે. જેને લઈ કેબિનેટ બેઠકમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનાર કર્મચારીઓ પર ફ્રૂડ વિભાગ હવે માત્ર તહેવારોમાં નહીં પણ સામાન્ય દિવસોમાં પણ દરોડા પાડશે.

  • ગુજરાતમાં હવે ભેળસેળીઓની ખેર નહીં
  • કેબિનેટની બેઠકમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળનો મુદ્દો ચર્ચાયો
  • માત્ર તહેવારો નહીં સામાન્ય દિવસોમાં પણ પડશે દરોડા

રાજ્ય સરકાર દ્વારા ભેળસેળીયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠકમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળનો મુદ્દો ચર્યાયો હતો.  માત્ર તહેવારો નહીં સામાન્ય દિવસોમાં પણ દરોડા પડશે. ફ્રૂડ ચકાસણી બાદ ટૂંકા સમયમાં રિપોર્ટ આવે તેવી મુખ્યમંત્રી દ્વારા સૂચનાં પણ આપવામાં આવી હતી. બિનઆરોગ્યપ્રદ ખોરાક માટે મુહીમ ચલાવવાની સૂચના આપી છે. ગ્રાહકોનાં આરોગ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ હવે દંડાશે. 

ફ્રૂડ વિભાગ દ્વારા ચેકીંગ (ફાઈલ ફોટો)

ફૂડ ચકાસણી બાદ ટૂંકા સમયમાં રિપોર્ટ આવે તે અંગે CMની સૂચના
આ બાબતે સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકોનાં આરોગ્ય સાથે ચેડા ન થાય. અને વેપારીઓ વધારે નફાની લાલચમાં બનાવટી, મિલાવટી ખાદ્ય પદાર્થોની મિલાવટ સાથેની મીઠાઈઓ કે ફરસાણ ન બનાવે તેની કાળજી લેતા હોય છે. વર્ષ દરમ્યાન આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે.  ત્યારે તહેવાર દરમ્યાન જ કરવામાં આવતું ચેકીંગ હવે સતત વર્ષ દરમ્યાન ચાલતી રાખવી તેવું મુખ્યમંત્રીએ કહ્યું હતું.  તેમજ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જેટલી પણ મશીનરી, સાધનો છે. તેનો ઉપયોગ કરી ચકાસણી થાય.  અને ચકાસણી થયા બાદ ખૂબ ટૂંકા ગાળામાં એનાં પરીક્ષણો પણ આવી જાય. અને તે પરીક્ષણો આપ્યા પછી તે નમૂનાઓનું રિઝલ્ટ મળ્યા પછી ઝડપથી કાર્યવાહી કરી દંડ તેમજ જે કંઈ પણ સજાની જોગવાઈઓ છે. તેનો અમલ તુરંત થાય એ બાબતની એમને સૂચના આપી છે.

ફાઈલ ફોટો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ