બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / pushpa 2 collection: પુષ્પા 2ની પહેલા દિવસની કમાણી વાઈલ્ડ ફાયર..તગડો આંકડો આવ્યો સામે
Last Updated: 10:14 PM, 5 December 2024
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ આજે એટલે કે ગુરુવારે રિલીઝ થઈ . ફિલ્મ વર્કિંગ ડે પર રિલીઝ થઈ હોવા છતાં પણ થિયેટરમાં ચાહકોની ભીડ જોવા મળી રહી છે. હવે ફિલ્મનો બોક્સ ઓફિસ રિપોર્ટ પણ આવી ગયો છે અને જે આંકડા સામે આવશે તે જોઈને તમે પણ ચોંકી જશો.
ADVERTISEMENT
કેટલી કમાણી કરી
સૅકનિકના રિપોર્ટ અનુસાર, સમાચાર લખાયા સુધી એટલે કે બપોરે 2 વાગ્યા સુધી ફિલ્મે 52.73 કરોડ રૂપિયાની કમાણી કરી હતી..અને પ્રથમ દિવસની દિવસભરની કમાણી 132 કરોડ રહી હતી..
ADVERTISEMENT
અત્યાર સુધીની ઓપનિંગ ફિલ્મોનો રેકોર્ડ
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી RRR ભારતીય સિનેમામાં સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મે પહેલા દિવસે 223 કરોડની કમાણી કરી હતી. આ પછી બાહુબલીએ 217 કરોડ અને કલ્કીએ 2898 એડી 175 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મ પુષ્પા 2 વિશે વાત કરીએ તો, સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ Mythri મૂવી મેકર્સ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મમાં ભંવર સિંહ શેખાવતની ભૂમિકામાં અલ્લુ છે, અન્ય પાત્રોમાં પુષ્પા રાજ, રશ્મિકા મંદાના, શ્રીવલ્લી અને ફહદ ફાસિલ છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુનને આ ફિલ્મના પહેલા ભાગ માટે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. .
ફિલ્મના રિવ્યુની વાત કરીએ તો અત્યાર સુધી ક્રિટિક્સ અને ઓડિયન્સે તેને સારા રિવ્યુ આપ્યા છે. ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેના વખાણ કરી રહ્યા છે. ચાહકો આ ફિલ્મને બ્લોકબસ્ટર ગણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ હીના ખાનના હાથમાં જોવા મળી યુરિન બેગ, ભાવુક કરી દેશે હોસ્પિટલની આ ઇનસાઇડ તસવીર!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT