બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / The father-in-law settled the daughter-in-law in Junagadh. The dead body was hung with a fan with a pick

સંબંધોનું મર્ડર / જૂનાગઢમાં સસરાએ વહુને પતાવી દીધી.! મૃતદેહને ચૂંદડી વડે પંખા સાથે લટકાવી દીધો, પોલીસ સામે પડી ભાગ્યો

Vishal Khamar

Last Updated: 11:05 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ના ચણાકા ગામે સસરા એ વહુને ગળો ટુંપો આપી કરી હત્યા. પોલીસે સસરાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

  • ભેંસાણના ચણાકા ગામે સસરાએ વહુની હત્યા કરતા ચકચાર
  • સસરાએ વહુને ગળેટુંપો દઈને કરી હત્યા
  • હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને પંખા સાથે લટકાવી દીધો
  • મૃતકના ભાઈને શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી

 જૂનાગઢના ભેંસાણના ચણાકા ગામે સસરાએ વહુની હત્યા કરતા ચકચાર મચી છે. આરોપી સસરાએ વહુને ગળેટુંપો દઈને હત્યા નીપજાવી હતી. બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને ચૂંદડી વડે પંખા સાથે લટકાવી દીધો હતો. જોકે મૃતકના ભાઈને શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શંકાના આધારે સસરાની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

મૃતક મહિલા

માતાએ ફોન ન ઉપાડતા પુત્રએ મામને ફોન કરી ઘરે જવા કહ્યું હતું

જૂનાગઢના ભેંસાણ તાલુકાના ચનાકા ગામે સસરા શંભુ ભાઈ ને પુત્રવધૂ રસીલાબેન બીજાના ખેતરમાં કામ કરવા જાય તે ન ગમતું હોય ગળે ટુંપો આપી હત્યા નીપજાવી હતી. રસીલાબેન બે પુત્રો છે જેમાંથી સુરત રહેતા પુત્રએ ફોન કરતાં માતાએ ફોન ઉપાડયો નહતો ત્યારે શંકા જતા મામાં ને કહ્યું હતું. મામાએ તરત જ બહેનના ઘરે જઈ તપાસ કર્યા રૂમ નું બારણું બંધ હતું. 

પોલીસે બારણું તોડી જોતા રસીલાબેને ટૂંપો ખાધો હતો
રસીલાબેનના ભાઈ રમેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આવી બારણું તોડી જોતા રસીલાબેનને ગળે ટુંપો ખાધો હતો. અને ચુંદડી ગળે બાંધેલ હતી જયારે બીજો છેડો પંખા સાથે બાંધેલ હતો. ભાઈને શંકા જતા પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરતા સસરાની પૂછપરછ કરતા શંભુભાઈ પડી ભાંગ્યા હતા. શંભુભાઈએ કબૂલ્યું હતું કે રસિલાની હત્યા તેને જ કરી છે.  

પોલીસે સસરાની પૂછપરછ હાથ ધરતા સસરા ભાંગી પડ્યા હતા

મૃતકના ભાઇએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરવા જામનગર મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું કે માથાના ભાગે બોથડ પદાર્થ અને ગળે ટુંપો આપી હત્યા કરી છે. આથી પોલીસે શંભુભાઈની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

આરોપી સસરા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ