બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ
Last Updated: 10:44 PM, 26 April 2026
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. કુલ 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે. વિવિધ સ્તરે થયેલી આ ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો હતો, જોકે કેટલીક જગ્યાએ મતદાન ટકાવારી સરેરાશ રહી છે.
ADVERTISEMENT
રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં સરેરાશ 49.02 ટકા મતદાન નોંધાયું હતું. આ મનપાઓની કુલ 1001 બેઠકો માટે 3145 ઉમેદવારો મેદાનમાં હતા, જેમનું ભાવિ હવે મતપેટીમાં કેદ થયું છે.

ADVERTISEMENT
બીજી તરફ, 84 નગરપાલિકાઓમાં મતદારોનો પ્રતિસાદ વધુ સારો રહ્યો હતો અને અહીં સરેરાશ 59.50 ટકા મતદાન નોંધાયું હતું. આ નગરપાલિકાઓની 2624 બેઠકો માટે 5441 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા.
ગ્રામ્ય સ્તરે મતદાનમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. 34 જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 61.69 ટકા મતદાન નોંધાયું હતું, જ્યાં 1094 બેઠકો માટે 3127 ઉમેદવારો મેદાનમાં હતા.
ADVERTISEMENT
તાલુકા પંચાયતોમાં સૌથી વધુ મતદાન નોંધાયું હતું. રાજ્યની 260 તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન થયું હતું. અહીં કુલ 5234 બેઠકો માટે 14,198 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા.
આ પણ વાંચોઃ રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં બ્લાસ્ટ, લોકોનો જીવ તાળવે ચોંટ્યો
ADVERTISEMENT
ચૂંટણી પ્રક્રિયા મોટાભાગે શાંતિપૂર્ણ રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હવે તમામની નજર મતગણતરી પર છે, જ્યાંથી સ્પષ્ટ થશે કે કયા ઉમેદવારો મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.