બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં બ્લાસ્ટ, લોકોનો જીવ તાળવે ચોંટ્યો
Last Updated: 08:03 PM, 26 April 2026
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં રવિવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રજાના દિવસે મોટી સંખ્યામાં પરિવાર સાથે લોકો ગેમ ઝોનમાં મોજમસ્તી કરવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટનાએ હાહાકાર મચાવ્યો હતો.
ADVERTISEMENT
જીવ બચાવવા લોકો બહાર દોડ્યા
મળતી માહિતી મુજબ, ગેમ ઝોનમાં અચાનક બ્લાસ્ટ જેવી અવાજ સાથે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ અંદર રહેલા લોકો ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા માટે તાત્કાલિક બહાર નીકળવા દોડ્યા હતા. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આગ લાગવાનું કારણ માનવામાં આવી રહ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ હાજર રહેલા લોકો માટે આ ક્ષણો ખુબ જ ભયજનક સાબિત થઈ હતી.
આ પણ વાંચોઃ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
ADVERTISEMENT
TRP ગેમ ઝોન દુર્ઘટનાની આવી યાદ
આ ઘટનાએ લોકોને તાજેતરની TRP ગેમ ઝોન દુર્ઘટનાની યાદ અપાવી દીધી, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેમ ઝોનની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની પણ વાત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.