બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / The election on the Bayad seat will be intense and historic

ગુજ'રાજ' 2022 / 2012ની મોદી લહેર હોય કે પક્ષપલટો... હંમેશા કોંગ્રેસનો જ ગઢ રહી છે આ બેઠક, ઠાકોરોનો છે દબદબો

Malay

Last Updated: 12:57 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસનો ગઢ ગણાતી બાયડ બેઠક પર આગામી વિધાનસભામાં ચૂંટણીના સમીકરણો રસપ્રદ રહેશે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. આ વખતની ચૂંટણી રસાકસી ભરેલી અને ઐતિહાસિક રહેશે.

 

 

  • બાયડ બેઠક પર ચૂંટણી રસાકસી ભરેલી અને ઐતિહાસિક રહેશે
  • કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાના દીકરાને આપી છે ટિકિટ
  • ભાજપે ધવલસિંહનું પત્તુ કાપીને ભીખીબેનને બનાવ્યા છે ઉમેદવાર
     

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આજે વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે આજે બીજા તબક્કાના ઉમેદવારોની ફોર્મ ભરવા માટે લાઈનો લાગી છે. બાયડ વિધાનસભા બેઠક પર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાએ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસે તેમને બાયડ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 

મહેન્દ્રસિંહ વાઘેલા (બાયડના કોંગ્રેસના ઉમેદવાર)

માલપુર બાયડના મતદારો જંગી બહુમતી જીતાડશેઃ મહેન્દ્રસિંહ 

મહેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા દીપેશ્વરી ધામ પહોંચીને માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા હતા. જે બાદ તેઓએ માલપુર-બાયડના મતદારો તેમને જંગી બહુમતીથી જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહેન્દ્રસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, અગ્રણીઓ અને કાર્યકરોનો સહકારથી કોંગ્રેસ ચોક્કસ જીતશે. 

ભીખીબેન પરમાર (બાયડના ભાજપના ઉમેદવાર)

કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે બાયડ બેઠક

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠકને રાજકીય દ્રષ્ટિએ તે ખાસ ગણાય છે. આ બેઠેકે રાજકીય રીતે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. બાયડ હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ વખતે આ બેઠક પર ચોપાંખીયો જંગ ખેલાવાનો છે. ભાજપે આ બેઠક પરથી ભીખીબેન પરમારને ટિકિટ આપી છે. તો કોંગ્રેસ મહેન્દ્રસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટીએ ચૂનીભાઈ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તો ધવલસિંહ ઝાલા પણ અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. આ વખતેની ચૂંટણીમાં જનતા કોને સાથ આપશે અને કોને જાકારો આપશે તે જોવાનું રહેશે..

ચુનીભાઈ પટેલ(બાયડના AAPના ઉમેદવાર)

2012માં મહેન્દ્રસિંહ વાઘેલાનો થયો હતો વિજય
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 32 નંબરની બેઠક બાયડ છે, આ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં છે. અત્યાર સુધીમાં આ બેઠક પર માત્ર 3 વખત વર્ષ 1990, 1998 અને 2007માં જીત મેળવી શકી છે. વર્ષ 2012 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો હતો. જ્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધવલસિંહ ઝાલા કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2018માં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા હતા. જોકે, ત્રણ મહિના બાદ તેઓ ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો હતો.

ધવલસિંહ ઝાલા (પૂર્વ ધારાસભ્ય, બાયડ)

ધવલસિંહ જોડાઈ ગયા હતા ભાજપમાં
તો ધવલસિંહ પણ પોતાના રાજકીય સાથીદાર ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર સાથે ભાજપમાં જોડાયા હતા. જે બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. 2019માં બાયડ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી ઉમેદવારી કરી હતી અને કોંગ્રેસે જશુભાઈ પટેલને ટિકિટ આપી હતી. જોકે ધવલસિંહ ઝાલાને પ્રજાએ જાકારો આપ્યો હતો અને જશુભાઈનો વિજય થયો હતો. આ વખતે ભાજપે બાયડ બેઠક પરથી ધવલસિંહનું પત્તુ કાપીને ભીખીબેન પરમારને ટિકિટ આપી છે.

જાતિ આધારિત સમીકરણ

જાતિ સંખ્યા
ઠાકોર 1,33,144
અન્ય ઓબીસી 36,001
પાટીદાર 36,606
અન્ય સવર્ણ 9217
દલિત 13,622
આદિવાસી 4614
લઘુમતી 3925

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ