બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The bridge work in Petlad has been incomplete for 8 years

હવે તો હદ થઈ / આ છે પેટલાદનો રેલવે ઓવરબ્રિજ, જેનું કામકાજ 2016થી ચડેલું છે ખોરંભે, આખરે કેમ, સાંભળો સ્થાનિકોના મુખે

Vishal Khamar

Last Updated: 03:15 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટલાદમાં વિકાસનો બ્રિજ છેલ્લા આઠ વર્ષથી અધૂરો છે. ત્યારે ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે. ડાયવર્ઝનનાં કારણે સ્થાનિકો પરેશાન છે. રેલવે ઓવરબ્રિજનાં કામથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.

વિકાસના કામ થાય ત્યાં થોડી અગવડો પડવાની. પરંતુ તે વિકાસનું કામ 8-8 વર્ષ સુધી પુરું ન થાય તો? આવું જ કાંઈક પેટલાદમાં સામે આવ્યું છે. જ્યાં ખોરંભે ચડેલ રેલવે ઓવરબ્રિજનું કામ લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે. ત્યારે કેમ 8 વર્ષમાં ન બની શક્યો ઓવરબ્રીજ તે એક પ્રશ્ન છે. 

ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે કામ
નડિયાદ-ખંભાતને જોડતા મહત્વના માર્ગ પર પેટલાદ પાસે બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ 2016 માં મંજૂર થયું હતું. અને જેતે સમયે કામ પણ પૂરપાટ ગતિએ શરૂ થયું હતું. પરંતુ તે પછી કામની ગતિ એટલી મંથર બની ગઈ કે, આજે 8-8 વર્ષે પણ બ્રિજનું કામ પુરું નથી થયું. અને જે ડાયવર્ઝન આપ્યું છે તે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. લોકો કેટલી હદે પરેશાન છે. 

વધુ વાંચોઃ ટ્રાફિક બ્રિગેડમાં આદિવાસી યુવાનોનો દબદબો કેમ? આ છે મૂળ કારણ

ડાયવર્ઝનના કારણે સ્થાનિકો પરેશાન 
વિકાસના કામ શરૂ થાય અને પછી મંથર ગતિ પકડી લે તેમાં કોઈ નવાઈ નથી. બ્રિજની કામગીરીને લઈને પેટલાદ શહેરમાં પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ ત્યાં પણ એક બ્રિજનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જામ થાય છે. જેથી લોકો પરેશાન છે. આ સરકારમાં વિકાસની વાતો તો ખુબ થાય છે. તો પછી વિકાસની ગતિ ધીમી કેમ પડી જાય છે. હાલ તે સૌથી મોટો સવાલ છે. ત્યારે જોવાનું એ રહેશે કે, મંથર ગતિએ ચાલતા બ્રિજના કામને વેગ ક્યારે મળે છે. અને લોકોની મુશ્કેલીઓનો અંત ક્યારે આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ