બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / વડોદરા / Why the influence of tribal youth in the traffic brigade? This is the root cause

સ્વમાનથી નોકરી / ટ્રાફિક બ્રિગેડમાં આદિવાસી યુવાનોનો દબદબો કેમ? આ છે મૂળ કારણ

Vishal Khamar

Last Updated: 03:27 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોકરી માટે યુવાનો કેટલી હદે મહેનત કરે છે તે વાત સૌકોઈ જાણે છે. ઘરબાર છોડી રાતદિવસ મહેનત કરે છે. પરંતુ સરકારી નોકરીઓમાં ક્યાંક ગ્રામીણ યુવાનો શહેરી યુવાનો કરતા આગળ છે. આવું જ વડોદરા ટ્રાફિક બ્રિગેડમાં સામે આવ્યું છે. જ્યાં આદિવાસી યુવાનોનો દબદબો છે.

આજે મળવી એક મોટો પડકાર છે. રાત-દિવસ સરકારી નોકરી માટે યુવાનો મહેનત કરે છે. અને કોઈપણ નોકરી મેળવવાની તૈયારી દર્શાવે છે. તેવામાં વડોદરા ટ્રાફિક બ્રિગેડના 890 જવાનો માંથી 725થી વધુ ગ્રામીણ હોવાનું અને તેમાં પણ 60 ટકા યુવાન-યુવતીઓ આદિવાસી હોવાનું સામે આવ્યું છે. ભલે આ નોકરી કરાર વાળી છે. પરંતુ તેનાથી સ્વમાનના અહેસાસ સાથે તેઓ અન્ય તૈયારીઓ પણ કરી પોતાના સપના તરફ આગળ વધી રહ્યા છે. 

ટ્રાફિક બ્રિગેડમાં ગ્રામીણ યુવાનોનો દબદબો 
એક સવાલ લોકોનાં મનમાં જરૂર ઉદ્ભવતો હશે કે  ટ્રાફિક બ્રિગેડમાં સૌથી વધુ આદિવાસી યુવક-યુવતીઓ જ કેમ વધુ છે. તો આ પાછળનું કારણ છે. તેમની ફિટનેશ શહેરી યુવક-યુવતીઓ કરતા તેઓ શારીરિક રીતે ફિટ હોય છે. અને આ કારણે તેઓ મેદાનમાં બાજી મારે છે. ખુદ અધિકારીઓ પણ માને છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી યુવાનો મોટા સ્વપ્ન સાથે આવી રહ્યા છે. અને ખંતથી પોતાની ફરજ બજાવે છે. 

વધુ વાંચોઃ આજથી ડિપ્લોમા ઇજનેરીની પ્રવેશ પ્રક્રિયાનો શુભાંરભ, ફટાફટ નોટ કરી લો અંતિમ રજિસ્ટ્રેશન તારીખ

સ્વમાન સાથે જિંદગી જીવવામાં માને છે યુવા 
મહત્વનું છે કે, ઠંડી હોય કે, ગરમી. ટ્રાફિક બ્રિગેડના યુવાનો ઈમાનદારીથી પોતાની ફરજ  નિભાવી રહ્યા છે. ત્યારે તેમને પણ કોઈ અગવળ ન પડે તેનું ટ્રાફિક વિભાગ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ એક વાત તો અહીં સ્પષ્ટ છે કે, આદિવાસી વિસ્તારમાંથી આવતા યુવાનો સ્વમાન ભેર જીવન જીવવા મહેનત ચોક્કસથી કરે છે. જે દેખાઈ આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ