બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / The audience of Gujarati films is only from rural areas and films are made targeting them only
Dinesh
Last Updated: 08:07 PM, 11 February 2024
ADVERTISEMENT
1932નું એ વર્ષ હતું જે વર્ષમાં આપણને આપણી ભાષાની સૌથી પહેલી ફિલ્મ નરસિંહ મહેતા મળી હતી. 1932માં આવેલી નરસિંહ મહેતા પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી એ હિસાબે આપણા ગુજરાતી ફિલ્મ જગતને અંદાજે 90 વર્ષથી વધુનો સમય થઇ ચૂક્યો છે. આજે વિચાર એ કરવો છે કે આટલા સમય પછી આપણું ગુજરાતી ફિલ્મ જગત ક્યાં આવી પહોંચ્યુ છે? 1932 અને તે પછી બનતી ફિલ્મો અને લોકો દ્રારા થતો એ ફિલ્મોનો સ્વીકાર કેવો હતો? આટલો સમય પસાર થયા બાદ શું પરિવર્તનો આવ્યા ફિલ્મ નિર્માણમાં, પટકથામાં, અભિનયમાં અને ખાસ કરીને તો લોકોની ગુજરાતી ફિલ્મોની પસંદમાં. પ્રાદેશિક ફિલ્મોનો સ્વીકાર તો થઇ રહ્યો છે પણ શું બોલીવુડ કે દક્ષિણની ફિલ્મોની જેમ અને જેટલા દર્શકોને ખેંચી લાવી શકવામાં સમર્થ છે આપણી ગુજરાતી ફિલ્મો ? ઘણા સમય સુધી ગુજરાતી ફિલ્મોએ એ આક્ષેપ સહન કરવો પડ્યો કે તે એક સમાન પૃષ્ઠભૂમિની જ ફિલ્મો પીરસાય છે. ફિલ્મોમાં નવીનતા નથી આવી રહી, જોકે તે સમયે જેસલ તોરલ જેવી ખુબ સફળ ફિલ્મ પણ આપણને મળી જ છે.
ADVERTISEMENT
ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકો માત્ર ગ્રામીણ વિસ્તારના છે અને તેમને જ ટારગેટ કરીને ફિલ્મો બનતી હોય તેવા મોટા આક્ષેપની સાથે ફિલ્મો બનતી ગઇ જોકે છેલ્લા દશકમાં એક મોટો બદલાવ પણ આપણને જોવા તો મળ્યો. ઘણા અલગ વિષયો પર ફિલ્મો બનાવવાની શરૂઆત થઇ અને ગુજરાતી ફિલ્મોને થીયેટરમાં પ્રેક્ષકો મળવા લાગ્યા. લોકોએ ખૂબ વખાણી હોય અને હીટ કહેવાય તેવી અનેક ફિલ્મો છેલ્લા દશકામાં આપણને મળી. પછી તે રેવા હોય, ચાલ જીવી લઇએ હોય કે લવની ભવાઇ કે પછી હેલ્લારો. જોકે આ યાદી લાંબી થઇ શકે તેમ તો છે જ પણ વાત એ છે કે ફરી આપણે એક જ ઘરેડમાં તો બંધાવા તરફ આગળ નથી વધી રહ્યા ને.. પહેલા જેમ ગ્રામીણ દર્શકોને ધ્યાને રખાતા તેમ હવે ક્યાંક અરબન પ્રેક્ષકોને જ તો આપણે લક્ષ્યમાં નથી રાખી રહ્યાને? વધુ સારી ફિલ્મો બનાવવામાં આખરે શું આવી રહ્યા છે પડકાર? બજેટ, એક્શન ડિરેક્શનમાં અન્ય પ્રાદેશિક ફિલ્મોની સરખામણીએ નબળી પકડ, નવા વિષયોને પસંદ કરવાનો ખચકાટ આ કે આ સિવાયના અન્ય કારણો ?
નવા પ્રયોગ સામે પડકાર
ગુજરાતી ફિલ્મોમાં પ્રયોગો થઈ રહ્યા છે. નવા-નવા પ્રયોગ સામે પડકાર પણ છે. છેલ્લા દાયકામાં ગુજરાતી ફિલ્મોની રજૂઆત બદલાઈ છે. ગુજરાતી સર્જકો પ્રયોગ કરે છે પરંતુ હજુ ઘણાં પડકાર છે. ગુજરાતી ફિલ્મોને નવી દિશા મળી છે કે હજુ પણ નવું વિચારવાની જરૂર છે?, ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ગુજરાતી ફિલ્મોએ કેવા ફેરફારની જરૂર છે? સમૃદ્ધ સાહિત્ય આધારીત ફિલ્મોના નિર્માણની જરૂરિયાત છે કે કેમ? વિષયવસ્તુમાં નવતર પ્રયોગની હજુ વધુ જરૂર છે કે કેમ?
નવી ફ્લેવર સાથેની ગુજરાતી ફિલ્મો
લવ ઈઝ બ્લાઈન્ડ
કેવી રીતે જઈશ?
છેલ્લો દિવસ
વિટામીન શી
લવની ભવાઈ
પપ્પા તમને નહીં સમજાય
ચાલ જીવી લઈએ
હેલ્લારો
રોંગ સાઈડ રાજુ
વશ
કોંગ્રેચ્યુલેશન
ફક્ત મહિલાઓ માટે
રેવા
રાડો
કસૂંબો
કમઠાણ
ઈટ્ટા-કિટ્ટા
છેલ્લા દાયકામાં બદલાયો ટ્રેન્ડ
2012માં `કેવી રીતે જઈશ' ફિલ્મથી અર્બન ગુજરાતી ફિલ્મો આવવા લાગી છે. નવી પેઢીના ફિલ્મમેકર્સ અને કલાકારોએ કાઠું કાઢ્યું છે તેમજ છેલ્લા દસકાની ફિલ્મોમાં નવું સત્વ ઉમેરાયું છે. ટેકનોલોજી અને નિર્માણ પ્રમાણમાં આધુનિક થયા છે. એવરેજ હિન્દી ફિલ્મની સમકક્ષ ઉભું રહી શકે એવું નિર્માણ થાય છે. અભિનેતા-અભિનેત્રીની સાથે નવા નિર્માતા-દિગ્દર્શકોનો પણ ફાલ આવ્યો તેમજ હાલનો દશક ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે મહત્વપૂર્ણ, શહેરી વિષયો ઉમેરાયા
હજુ પડકારો કરવાના છે પાર
યોગ્ય સમયના અને યોગ્ય માત્રાના શૉ મળતા નથી. ગુજરાતી ફિલ્મો માટે થિયેટર મહત્વનો પડકાર છે. થિયેટર ન મળવાથી ઓડિયન્સ સારી ફિલ્મો સુધી પહોંચી શક્તું નથી. વેબ-સિરીઝ અને સિરિયલનો સતત વધતો પ્રભાવ, ગુજરાતી કલાકારો પણ વેબ-સિરીઝ તરફ વળ્યા છે. દર ચાર-પાંચ વર્ષે નવા કલાકારનો ફાલ શોધવો પડે છે. પાર્ટટાઈમને બદલે ફૂલ ટાઈમ નિર્માતાઓની જરૂરિયાત. કોલેજ-કોમેડીમાંથી બહાર નિકળવાની જરૂર છે. ગમે એવું નહીં પણ ગમી જાય એવું બનાવવાની માનસિકતા રાખવી છે. ઓડિયન્સ પણ ગુજરાતી ફિલ્મોને એકંદરે અવગણે છે. ફિલ્મ નિર્માતાઓ નવા વિષયો સાથે ફિલ્મ નિર્માણ કરતા રહે તેમજ ગુજરાતી ફિલ્મોએ બ્રાન્ડિંગ સેટ કરવાની જરૂરિયાત છે. સારુ કન્ટેન્ટ છે એ વાત લોકો સુધી પહોંચાડવી પડશે તેમજ ગુજરાતી ફિલ્મો માટે બજેટ મહત્વનો પડકાર છે. અન્ય પ્રાદેશિક ફિલ્મોની સરખામણીએ એકશન-ડિરેક્શનમાં તફાવત તેમજ શહેરી અને ગ્રામ્ય બંને ઓડિયન્સને સ્પર્શતી ફિલ્મોનો અભાવ છે. એક જ ટ્રેન્ડ વર્ષો સુધી ચાલ્યા કરે અને લોકમુખે સતત સંભળાય એવું સંગીત જરૂરી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.