બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / The anti-social elements of Bapunagar will be produced in the court today

અમદાવાદ / બાપુનગરના અસામાજિક તત્વોને આજે કોર્ટમાં કરાશે રજૂ, આરોપીઓએ ગાડીમાં આગ લગાવી મચાવ્યો હતો આતંક

Malay

Last Updated: 08:14 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના બાપુનગરમાં આતંક મચાવનાર ઝડપાયા, બંને અસામાજિક તત્વોને ભાન કરાવવા પોલીસે કરાવી ઉઠક બેઠક, આજે બંને આરોપીઓને કોર્ટમાં કરાશે રજૂ.

  • અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક
  • પીન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયાની પોલીસે કરી ધરપકડ
  • પોલીસે આરોપીઓને કરાવી ઉઠક-બેઠક 
  • વેપારીઓ પાસેથી ઉઘરાણીનો છે આરોપ 

અમદાવાદ ન્યૂઝઃ અમદાવાદના બાપુનગરમાં આતંક મચાવનાર અસામાજિક તત્વોના વીડિયો મુદ્દે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તલવાર લઈને રોફ જમાવનાર બંન્ને આરોપીઓને પોલીસે ઉઠક-બેઠક કરાવી હતી. બન્ને આરોપી પર વેપારીઓ પાસેથી ઉઘરાણી અને મહિલાની છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આરોપીઓએ ગાડીમાં આગ લગાવી બાપુનગરમાં આતંક મચાવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી તલવાર જપ્ત કરી તપાસ શરુ કરી છે. જ્યારે હજુ આ કેસમાં અન્ય આરોપીઓને પકડવાના બાકી છે.

કુલદીપ ભદોરિયા ગેંગનો આતંક
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. લુખ્ખા તત્વો દિવસે-દિવસે વધુ બેખોફ બનતા જાય છે. લુખ્ખાઓ કાયદો-વ્યવસ્થા ઘોળીને પી ગયા છે. ક્યાંક જાહેરમાં ફાયરિંગ થાય છે, તો ક્યાંક હત્યા થાય છે. તાજેતરમાં જ આવો બનાવ સામે આવ્યો હતો. ગત 16 ઓગસ્ટના રોજ અસામાજિક તત્વોએ બાપુનગર ચાર રસ્તા પાસે મુક્તિધામ સોસાયટીમાં જીપને આગ લગાવી વાહન માલિકને માર માર્યો હતો. તેમજ બાપુનગર બ્રિજ પાસે હોટલ માલિક સાથે માથાકૂટ કરી પૈસા ઉઘરાવ્યા હતા. આ હોટલમાં જમવા આવેલા પોલીસકર્મી સાથે પણ માથાકૂટ કરી હતી. હોટલમાં થયેલી માથાકૂટ CCTVમાં કેદ થઈ હતી. કુલદીપ ભદોરિયા, પીન્ટુ રાવલ અને તેમની ગેંગથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

24 કલાકમાં પોલીસે કરી ધરપકડ
જે બાદ સ્થાનિકો બાપુનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રણજીત ઉર્ફે પીન્ટુ રાવલ તથા કુલદીપ યાદવની ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે  રણજીત ઉર્ફે પીન્ટુ રાવલ તથા કુલદીપ યાદવ નામના બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો ફરાર અન્ય આરોપીઓને શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ