બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The answer key of today's exam will be released on Tuesday

હસમુખ પટેલનું ટ્વિટ / મંગળવારે ઉમેદવારોને ખબર પડી જશે તલાટીની પરીક્ષામાં લખેલા જવાબો સાચા છે કે ખોટા? મુકાશે આન્સર કી

Dinesh

Last Updated: 10:47 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર; પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી કે, આજે લેવાયેલી પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે

  • આજે લેવાયેલી પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે
  • પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી 
  • 30 જિલ્લાના 2,694 કેન્દ્ર પર યોજાઈ પરીક્ષા


ગુજરાતમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી છે કે,  આજે લેવાયેલી પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે.

હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી
પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે કે, આજે લેવાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષાની આન્સર કી મંગળવારે એટલે કે 9 તારીખે મુકાશે.

3,437 પદ માટે યોજાઈ હતી પરીક્ષા
રાજ્યભરમાં આજે તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતો મુજબ 3,437 પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષામાં 2, 694 કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે બપોરે સાડા 12થી 1:30 વાગ્યા સુધી યોજાયેલ આ પરીક્ષામાં તમામ કેન્દ્ર પર વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ સાથે પરીક્ષામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. ગુજરાતમાં 3,437 પદ માટે યોજાયેલ આ તલાટી પરીક્ષામાં 17 લાખ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. જોકે બાદમાં 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષાનું કન્ફર્મેશન આપ્યું હતું. આજે સવારે 11 વાગ્યાથી જ પરીક્ષાર્થીઓ કેન્દ્ર આગળ હાજર થઈ ગયા હતા. તલાટી પરીક્ષા માટે જિલ્લા,તાલુકા કક્ષાએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી.  

ઉમેદવારો માટે તમામ સુવિધાઓ કરાઇ 
તલાટીની પરીક્ષાને અનુલક્ષીને તંત્ર દ્વારા ઉમેદવારોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરાઇ હતી. આ સાથે વાહનવ્યવહારથી લઈને કેન્દ્ર સુધી પહોંચવા માટેની વ્યવસ્થા કરાઇ હતી. તો વળી હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં દરેક ડિવિઝનના કંટ્રોલ રૂમ અને કમાન્ડ કંટ્રોલ રૂમ સેન્ટરના નંબર પણ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી. આ સાથે રેલવેએ વધારાની 9 ટ્રેન મુકી તો  GSRTCએ 619 બસ મુકી હતી. 

તલાટીની પરીક્ષાને ઉમેદવારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિગતો મુજબ ગુજરાતનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ  હતી. મહત્વનું છે કે, તલાટીની પરીક્ષાને લઈ શનિવારથી જ પરીક્ષાર્થીઓ રવાના થયા હતા અને આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચતા દેખાયા હતા. પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ સાથેસાથે તેમના પરિવારજનો પણ એટલા જ ઉત્સાહિત દેખાયા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ