બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / The American couple adopted 3 year girl stuti at godhra, panchmahal

દત્તક / ખેતરમાંથી મળેલી ગોધરાની 3 વર્ષની દીકરીના ભાગ્યા ખુલ્યા, હવે અમેરિકાના રસ્તાઓ પર રમશે

Parth

Last Updated: 02:55 PM, 12 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેન્સાસ શહેરના એક દંપત્તિ દ્વારા ગોધરાના બાળ ગૃહની ત્રણ વર્ષીય બાળકીને દત્તક લેવામાં આવી હતી, બે વર્ષ પહેલાં દાહોદ નજીક ખેતરમાં ત્યજી દેવાયેલી બાળકીને મળી અમેરિકન પરિવારની હૂંફ મળી છે.

  • અમેરિકાના કેન્સાસ શહેરના એક દંપતી દ્વારા ગોધરાના બાળગૃહની ત્રણ વર્ષીય બાળકીને દત્તક લેવામાં આવી
  • બાળકીને છે લર્નિંગ ડિસએબિલીટીઝ

ગોધરાના ચિલ્ડ્રન હોમ ખાતે હેક્મેન દંપત્તિએ ત્યજી દેવાયેલા બાળકોનાં ચિલ્ડ્રન હોમ ખાતે પંચમહાલ જીલ્લાના કલેકટરની ઉપસ્થિતિમાં 3 વર્ષની સ્તુતિને દત્તક લીધી છે. પ્રેમ અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં પ્રયાસો કરવા આપણી ફરજ છે, ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની આ દિશામાં કટિબદ્ધ બની છે અને પૂરતા પ્રયાસો કરી રહી છે, ત્યારે અમેરિકાના કેન્સાસ શહેરના એક દંપતી દ્વારા ગોધરાના બાળગૃહની ત્રણ વર્ષીય બાળકીને દત્તક લેવામાં આવી છે. 

બે વર્ષ અગાઉ સ્તુતિ નામની બાળકી દાહોદ નજીકના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી 

પ્રેમ અને પ્રેમાળ પરિવાર દરેક બાળકની જરૂરિયાત અને અધિકાર છે અને તે દિશામાં પ્રયાસો કરવા આપણી ફરજ છે, ગુજરાત સરકાર અનાથ બાળકોનું પુનઃસ્થાપન કરવાની આ દિશામાં કટિબદ્ધ બની છે અને પૂરતા પ્રયાસો કરી રહી છે, ત્યારે ગુજરાત સરકારનો પ્રયાસ રંગ લાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ગોધરા શહેરના પથ્થર તલાવડી વિસ્તારમાં આવેલા બાળ ગૃહમાં આજે ત્રણ વર્ષની બાળકી સ્તુતિને યુએસએના કેન્સાસ શહેરના દંપતી કેન્ટ હેકમેન અને બ્રુક હેકમેન દ્વારા દત્તક લેવામાં આવી હતી, બે વર્ષ અગાઉ સ્તુતિ નામની બાળકી દાહોદ નજીકના ખેતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી અને ગોધરા ચિલ્ડ્રન હોમ લાવવામાં આવી ત્યારે તેનો માનસિક અને શારીરિક વિકાસ તેની ઉંમરની તુલનામાં મંદ હતો,ચિલ્ડ્રન હોમમાં સતત સારવાર અને હૂંફને પરિણામે તે ચાલતા થઈ છે અને થોડાક શબ્દો બોલતા પણ શીખી છે.

અમેરિકન દંપતિને આ બાળકી જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા સોંપવામાં આવી

ગોધરા ખાતે આજે બાળ ગૃહમાં દત્તક લેનાર અમેરિકન દંપતિ પૈકી માતા બ્રુક હેકમેન પણ 35 વર્ષ અગાઉ કોલકાતાના બાળ ગૃહમાંથી અમેરિકન પરિવાર દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા, આ ઘટનાથી પ્રેરાઈને તેથી તેઓ હંમેશાથી એક બાળક દત્તક લઈ તેને પ્રેમ અને પરિવાર આપવાની ઈચ્છા ધરાવતા હતા, જે સ્તુતિને દત્તક લેવા સાથે પૂરી કરી છે, પિતા કેન્ટ હેકમેને જણાવ્યું હતું કે કારા નામની વેબસાઇટ પર બાળક દત્તક લેવા માટે નોંધણી કરાવ્યા બાદ વેબસાઈટ પર સ્તુતિનો ફોટો જોતાની સાથે તેમને અને પત્ની બ્રૂકને બાળકી સાથે વાત્સલ્ય અનુભવાયું હતું અને તેમણે તેને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ બાળકીની લર્નિંગ ડિસએબિલીટીઝથી અવગત છે અને તેનો સારો વિકાસ થાય તે માટે શ્રેષ્ઠ થેરાપી અને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે, અમેરિકન દંપતિને આ બાળકી જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા સોંપવામાં આવી હતી. બાળકીને અમેરિકન માતા પિતા મળતા બાળગૃહના તમામ લોકોના ખુશી જોવા મળી હતી.

હાલ બાળકી ને દત્તક લેવા બાળ ગૃહ માં મોટી થઈ અને તે અમેરિકા  ના દંપતી પરિવાર ને સોંપી હતી ત્યારે દંપતી પરીવાર સાથે અગાઉ બે બાળકો છે જ તેમ છતાં પણ બાળક ને દત્તક લેવા માં આવ્યુ એનું કારણ એ છે કે દત્તક લેનારી માતા તે પોતે તેને અમેરિકન પરિવાર દ્વારા કોલકત્તા થી દત્તક લીધી હતી જેમાં તે માતા ના વિચારથી આજે તે બાળકીને હૂંફ મળી છે.

સંકળાયેલા મુદ્દાઓ

American Couple American couple adopt indian girl child Panchamahal news Panchmahal brook hackmen godhra girl stuti ગોધરા બ્રુક હેકમેન સ્તુતિ હેક્મેન દંપત્તિ godhra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ