બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મુંબઈ / The ambulance driver said we shouldn't have lifted Sushant's body, a special friend's car exploded

વ્યથા / એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કહ્યું અમારે સુશાંતની બોડી ઉઠાવવી જોઈતી ન હતી, ખાસ મિત્રનો ભાંડો ફૂટ્યો

Nirav

Last Updated: 09:51 PM, 25 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ઘણા શકમંદોના નામ CBIના રડાર પર છે.પોતાને સુશાંતનો નજીકનો ફ્રેન્ડ બતાવનાર સંદીપ સિંહ વિશે નવો ખુલાસો થયો છે. સુશાંતની મોત પછી ચાર વાર એમ્બ્યુલેન્સના ડ્રાઈવર સાથે તેની વાતચીત થઈ હતી. સુશાંતની ડેડબોડી લઈ જવા વાળા ડ્રાઈવરનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે.

  • સુશાંત સિંહના શબને લઈ જનાર એમ્બ્યુલન્સ ડ્રાઈવરની વ્યથા આવી સામે 
  • તેમણે કહ્યું કે કદાચ અમે મિસ્ટેક કરી, અમારે તેના શબને ઉઠાવવુ જોઈતું નહોતું
  • સુશાંતના નજીકના મિત્ર સંદીપ સિહે ઍમ્બ્યુલન્સ ડ્રાઈવરને ચાર વાર ફોન કરેલા 

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI દ્વારા ઘણા લોકોની તપાસ કરવામાં આવી છે. પોતાને સુશાંતનો નજીકનો મિત્ર બતાવનાર સંદીપ સિંહની  સુશાંતની ડેડબોડી લઈ જનાર એમ્બ્યુલન્સ ડ્રાઈવર સાથે ચાર વાર વાતચીત થઈ હતી. આ દરમિયાન તે એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું નિવેદન સામે આવ્યું હતું,  જેમાં તેને કહ્યું હતું કે તેને અફસોસ છે કે તેને સુશાંતની ડેડબોડીને ઉઠાવી હતી, જો કે તે સંદીપને ઓળખતો નથી. 

એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું મોટું નિવેદન 

ફ્લેટથી સુશાંતની ડેડબોડી લઈ જવા વાળા એમ્બ્યુલન્સ ડ્રાઈવર અક્ષયનું નિવેદન CBI માટે  આગળની તપાસમાં મહત્વની કડી પુરવાર થઈ શકે તેમ છે. અક્ષયે કહ્યું હતું કે સુશાંતની મોતના દિવસે અમારી પાસે ઘણી ટેલિફોન કોલ્સ આવતી હતી. જેમાં અમે જાણતા નથી કે સંદીપ સિંહ કોણ છે?

એમ્બ્યુલન્સ ડ્રાઈવરને પોલીસના પણ ઘણા ફોન આવ્યા હતા

ડ્રાઇવરે કહ્યું હતું કે લોકો લગાતાર અમારી પાસેથી અપડેટ લઈ રહ્યા હતા. જો કે ડ્રાઇવરે સાથે જ જણાવ્યું હતું કે હવે તેમણે લાગી રહ્યું છે કે કદાચ તેમણે મોટી ભૂલ કરી દીધી છે. અમારે સુશાંતની ડેડબોડી ઉઠાવવા જવાની જરૂર નહોતી. અમે તેના પછી ઘણું હેરાન થયા છીએ. જો CBI અમારી સાથે વાતચીત કરવા માંગે છે તો અમે પણ વાતચીત કરવા માટે તૈયાર છીએ. 

સંદીપ સિંહે 1 વર્ષ સુધી નહીં કર્યા ફોન 

સુશાંત કેસમાં સંદીપ સિંહ પણ શંકાના ઘેરામાં છે. કેમ કે સુશાંત સિંહના ફ્રેન્ડ મનાઈ રહેલા સંદીપ સિંહ સુશાંત સાથે 1 વર્ષથી તેના સંપર્કમાં નહોતા, પરંતુ સુશાંતની આત્મહત્યા પછી તે અચાનક જ પ્રગટ થયા હતા. 

સંદીપ સિંહે એક વર્ષથી સુશાંતને એક પણ વાર ફોન કર્યો નહોતો, અને સુશાંતની મોતના દિવસે તે એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ચાર વાર ફોન કરવો તે ઘણું સૂચક માનવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Sushant Singh Rajput Sushant Singh Rajput' Sushant singh Rajput Suicide cbi મુંબઈ સંદીપ સિંહ સુશાંત સિંહ રાજપુત grief
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ