બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / The accused woman who misbehaved with the security personnel has been sent to judicial custody for 14 days.

હાઈ પ્રોફાઈલ કેસ / સોસાયટીમાં વોચમેન સાથે ખરાબ વર્તન ભારે પડશે, નોઈડાની મહિલાને 14 દિવસની થઈ જેલ, જાણો મામલો

Hiralal

Last Updated: 06:52 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોઈડાની સોસાયટીના ગેટ પર સિક્યુરીટી ગાર્ડને બેફામ ગાળો ભાંડનાર અને તેમની વર્દી ફાડનાર મહિલા ભવ્યા રોયને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે.

  • નોઈડાની 'ગાલીબાજ' ભવ્યા રોય આવી બરાબરની સાણસામાં 
  • કોર્ટે મોકલી 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં 
  • સોસાયટીમાં સિક્યુરીટી ગાર્ડને બેફામ ગાળો ભાંડી હતી
  • ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે કરી હતી ધરપકડ 

નોઈડાના સેક્ટર 126ની જેપી સોસાયટીમાં ગેટ ખોલવામાં વાર થતા સિક્યુરીટી ગાર્ડને બેફામ ગાળો ભાંડનાર અને તેમની સાથે ધક્કામુક્કી કરનાર મહિલા ભવ્યા રોયને કોર્ટે ઝટકો આપ્યો છે. સોસાયટીના ગેટ પર સિક્યુરીટી ગાર્ડ સાથે અભદ્ર વર્તન કરવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ભવ્યાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી મોકલી દીધી હતી. 

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કરી ધરપકડ
સિક્યુરીટી ગાર્ડ સાથેના ખરાબ વ્યવહારનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી ભવ્યા રોયની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. જોકે હાલમાં નોઇડાનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોઈડામાં એક મહિલા ગેટ ખોલવામાં વિલંબને લઈને ગુસ્સે થઈ ગઈ અને ગાર્ડ સાથે દુર્વ્યવહાર કરવા લાગી. જેમાં મહિલા ગાર્ડ પર ભડકતી જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મહિલાની ટીકા થઈ રહી છે. આ મામલે કાર્યવાહી કરીને પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી છે.

નોઈડાના સેક્ટર 126ની જેપી સોસાયટીની ઘટના 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વીડિયો નોઈડાના સેક્ટર 126ની જેપી સોસાયટીનો છે. જ્યાં એક ગાર્ડને ગેટ ખોલવામાં થોડો વિલંબ થાય છે. આ જોઈને મહિલા ગાર્ડ પર ગુસ્સે થઈ જાય છે,અને મહિલા ગાર્ડ સાથે ખરાબ વર્તન કરવા લાગે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલા ત્યાં હાજર અન્ય ગાર્ડ સાથે પણ દુર્વ્યવહાર કરે છે. તે એક ગાર્ડને ધક્કો મારતી પણ જોવા મળે છે.

ગાર્ડે બનાવી લીધો વીડિયો, થયો વાયરલ 
સોસાયટીના ગેટ પર જ્યારે ભવ્યા રોય સિક્યુરીટી ગાર્ડ પર આતંક વરતાવી રહી હતી તે સમયે એક ગાર્ડે ચુપકીદીથી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને આરોપી મહિલાની ધરપકડ કરી લીધી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ