બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / થાઈલેન્ડમાં વિદ્યાર્થીનો ખૂની ખેલ! પહેલા દાદા-દાદીની હત્યા, પછી સ્કૂલમાં કર્યું અંધાધૂંધ ફાયરિંગ

અપરાધ / થાઈલેન્ડમાં વિદ્યાર્થીનો ખૂની ખેલ! પહેલા દાદા-દાદીની હત્યા, પછી સ્કૂલમાં કર્યું અંધાધૂંધ ફાયરિંગ

Published By: Kalpesh Kandoria

Last Updated: 03:27 PM, 7 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થાઈલેન્ડના નૉનથાબુરીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 9મા ધોરણના વિદ્યાર્થીએ પહેલા પોતાના દાદા-દાદીની હત્યા કરી અને ત્યારબાદ સ્કૂલમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો.

થાઈલેન્ડથી હ્રદયદ્રાવક ઘટના સામે આવી રહી છે. અહીંની એક શાળામાં 9મા ધોરણના વિદ્યાર્થીએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં 3 શિક્ષક અને 3 વિદ્યાર્થીનાં મોત થયાં છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. ઘટના પછી હુમલો કરનાર વિદ્યાર્થીએ પણ આપઘાત કરી લીધો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

શુક્રવારે થાઈલેન્ડના નૉનથાબુરીના ડેબસિરિન નૉનથાબુરી સ્કૂલમાં ફાયરિંગ થયું હતું. આ વિસ્તાર થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી માત્ર 20 કિમી દૂર છે. મળતી માહિતી મુજબ 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ફાયરિંગ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્કૂલે પહોંચતા પહેલાં વિદ્યાર્થીએ ઘરમાં દાદા-દાદીની હત્યા કરી દીધી હતી, અને ત્યારબાદ સ્કૂલે જઈ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચો- USમાં અભ્યાસનું સપનું મુશ્કેલ? ભારતીય વિદ્યાર્થીઓને મળતા US Student Visaને લઈ થયો મોટો ખુલાસો

મળતી માહિતી મુજબ જે 9એમએમ પિસ્તોલથી ફાયરિંગ થયું તે પિસ્તોલ વિદ્યાર્થીના દાદાની હતી, જેઓ વ્યવસાયે શિક્ષક હતા. કયા કારણસર વિદ્યાર્થીએ આવું પગલું ભર્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે.

શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા

થાઈલેન્ડના શિક્ષણ મંત્રી પ્રસર્ટ ચાંતારારુઆંગથોંગે સ્કૂલમાં થયેલ ગોળીબારની ઘટના પછી તરત કાર્યવાહી અને મદદનો ભરોસો અપાવ્યો અને સંવેદનશીલ જાણકારી શેર કરવામાં સાવધાની વરતવાની અપીલ કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

School Firing Thailand School Shooting Thailand News

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ