બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / શેખ હસીનાના કાર્યક્રમમાં જોડાવવું ભારે પડ્યું, વિદ્રોહીઓએ ક્રિકેટરના ઘર પર ફોડ્યો પેટ્રોલ બોમ્બ
Last Updated: 11:13 PM, 5 August 2026
Bangladesh : બાંગ્લાદેશના ક્રિકેટ ટીમનના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસનના ઘર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ વર્ચ્યુઅલી શેખ હસીનાના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા.
ADVERTISEMENT
બાંગ્લાદેશની નેશનલ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને મગુરા-1 મતવિસ્તારના પૂર્વ સાંસદ શાકિબ અલ હસનના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. બુધવારે (5 ઓગસ્ટ) રાત્રે 8:45 વાગ્યે મગુરા શહેરના કેશબમોર વિસ્તારમાં શાકિબના પૈતૃક ઘરમાં આ ઘટના બની હતી. ઘરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.
દિલ્હીના ફોરેન કોરસપોન્ડન્ટ્સ ક્લબમાં બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના માટે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં શાકિબ શ્રીલંકાથી વર્ચ્યુઅલી બોલી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. આ ઘટના શેખ હસીનાની હકાલપટ્ટીના બે વર્ષ પછી બની છે. બે વર્ષ પહેલા આ દિવસે જ શેખ હસીનાને દેશ છોડીને ભારત આવવું પડ્યું હતું.
ADVERTISEMENT
શેખ હસીનાએ આ કાર્યક્રમમાં બાંગ્લાદેશ પાછા ફરવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં બાંગ્લાદેશ સરકારે નિર્દોષ અને લાચાર લોકો પર અત્યાચાર કર્યા છે.
ક્રિકેટર શાકિબે પણ ફેસબુક પર શેખ હસીનાના કાર્યક્રમને શેર કર્યો છે.
ADVERTISEMENT
શું શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે?
પોતાના વર્ચ્યુઅલ ભાષણમાં શેખ હસીનાએ કહ્યું કે તે બાંગ્લાદેશ પરત ફરશે, ભલે તેમના માટે ગમે તે ભાગ્ય હોય. તેમણે દાવો કર્યો કે તેમની વાપસી સત્તા માટે નહીં પરંતુ દેશને વિકાસ, ધર્મનિરપેક્ષતા અને સમૃદ્ધિના માર્ગ પર લાવવા માટે છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું, "ડિસેમ્બર આપણી જીતનો મહિનો છે. તેથી હું ડિસેમ્બરમાં પાછા ફરવા માંગુ છું. મને ખબર છે કે મારે કંઈપણનો સામનો કરવો પડી શકે છે."

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું દુબઇ, 2ની ધરપકડ
પોતાના ભાષણમાં લશ્કરી બળવા દરમિયાન પોતાના પિતા શેખ મુજીબુર રહેમાનની હત્યા વિશે વાત કરતી વખતે તેઓ રડી પડ્યા. તેમણે કહ્યું, "વર્તમાન કટોકટી વિશે બોલતા પહેલા, હું દેશના પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન, દેશના જાણીતા નેતાઓ અને આપણા સ્વતંત્રતા સંગ્રામના ત્રીસ લાખ શહીદોને મારી ઊંડી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું મારા પરિવારના તે સભ્યોને પણ ખૂબ જ દુઃખ સાથે યાદ કરું છું જેમને મેં 15 ઓગસ્ટ 1975 ના ગુમાવ્યા હતા."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.