બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'રાજકોટ જા' મોતે આવું કહ્યું હશે એટલે MPથી આવ્યાં કે તરત સગીર પુત્રે પિતાને 'ઉપર' મોકલી દીધાં, બનાવ જાણીને કંપી જશો

ચકચાર / 'રાજકોટ જા' મોતે આવું કહ્યું હશે એટલે MPથી આવ્યાં કે તરત સગીર પુત્રે પિતાને 'ઉપર' મોકલી દીધાં, બનાવ જાણીને કંપી જશો

Published By: Hiralal Parmar

Last Updated: 11:08 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સગીર પુત્રે પિતાની હત્યા કરી નાખતાં ચકચાર મચી હતી. પોલીસે સગીર પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કહેવાય છે કે માણસનું મોત જે ઠેકાણે લખેલું હોય તે ઠેકાણે માણસ જાતે જ અને ટાઈમસર પહોંચી જાય છે. આ વાત વધુ એક વાર સાબિત થઈ છે. જે પુત્રને જીવ આપ્યું તેણે જ પોતાનો જીવ આંચકી લીધો. રાજકોટમાં એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. કણકોટ ગામમાં એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. કણકોટ ગામ નજીક નિર્માણાધીન સરદારધામની સાઇટ પર સગીર પુત્રે ગળું દબાવીને પિતાની હત્યા કરી નાખી હતી. હકીકતમાં દારુના બંધાણી પિતા માતાને મારી રહ્યાં હતા ત્યારે વચ્ચે પડેલા પુત્રે પિતાનું ગળું દબાવી દીધું હતું.

શું હતો આખો બનાવ

મૂળ મધ્યપ્રદેશના વતની એવી નાની ડામોર નામની મહિલા તેના સગીર પુત્ર સાથે સરદારધામની સાઇટ પર મજૂરી કામ કરતા હતા અને સાઇટ પર આવેલી ઓરડીમાં રહેતા હતા. નાની ડામોરના પતિ ભરતસિંહ ડામોર 5 ઓગસ્ટે મધ્યપ્રદેશથી રાજકોટ આવ્યો હતો. ભરતસિંહ દારુનો બંધાણી હતો અને આવ્યો ત્યારે પણ તેણે દારુ પીને પત્ની સાથે ઝગડો કર્યો હતો. માતાને માર ખાતી જોઈ સગીર પુત્ર વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન પિતા અને પુત્ર વચ્ચે ઝપાઝપી થતાં મામલો વણસ્યો હતો. ઝપાઝપી દરમિયાન સગીર પુત્રે ભરતસિંગનું ગળું દબાવી દીધું હતું.

વધુ વાંચો : ડેટિંગ એપથી ગે પાર્ટનરને મળવા પહોંચ્યો યુવાન પછી... સુરતનો કાંડ જાણીને કદી અજાણ્યા સાથે મિત્રતા નહીં કરો

સ્થળ પરથી જ પુત્રની ધરપકડ

ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પરથી પુત્રની ધરપકડ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot news crime news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ