બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Text of preamble to constitution will be compulsory in schools of maharashtra from 26 january
Last Updated: 01:23 PM, 22 January 2020
ADVERTISEMENT
પઠન બંધારણની સંપ્રભુત્તા, તમામનાં કલ્યાણ અભિયાનનો ભાગ છે.

ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં 26 જાન્યુઆરીથી તમામ સ્કૂલોમાં રોજ પ્રાર્થના બાદ બંધારણની પ્રસ્તાવનાનું નિયમિત પઠન કરવામાં આવશે. રાજ્યનાં મંત્રી વર્ષ ગાયકવાડે મંગળવારે આ માહિતી આપી હતી કે રાજ્ય સરકારનાં એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની પ્રસ્તાવનાનું પઠન બંધારણની સંપ્રભુત્તા, તમામનાં કલ્યાણ અભિયાનનો ભાગ છે.
આ પ્રસ્તાવ ઘણો જૂનો છે
ADVERTISEMENT

કોંગ્રેસનાં ધારાસભ્ય અને મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે,‘વિદ્યાર્થીઓ બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરશે જેથી તે તેનું મહત્વ સમજી શકશે. સરકારનો આ પ્રસ્તાવ ઘણો જૂનો છે પરંતુ આને 26 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. ’આ અંગે સરકારે ફેબ્રુઆરી વર્ષ 2013માં પરિપત્ર જાહેર કર્યો હતો. તે સમયે રાજ્યમાં કોંગ્રેસ - રાકપાની સરકાર હતી. મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ રોજ સ્કૂલમાં પ્રાર્થનાં બાદ પ્રસ્તાવનાનું પઠન કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.