બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Terrorist enters TV studio with gun and bomb: 60 second LIVE video

ચકચાર / બંદૂક અને બોમ્બ લઈને TV સ્ટુડિયોમાં ઘૂસી ગયા આતંકવાદી: 60 સેકન્ડનો LIVE વીડિયો જોઈ ધ્રુજી જશો

Priyakant

Last Updated: 08:58 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gunmen Storm TV Channel In Ecuador Latest News: રાષ્ટ્રીય પોલીસ વડાએ બાદમાં જાહેરાત કરી હતી કે, સત્તાવાળાઓએ તમામ માસ્ક પહેરેલા ઘૂસણખોરોની ધરપકડ કરી છે કે જેમણે લાઇવ પ્રસારણ દરમિયાન ટીવી સ્ટુડિયો પર હુમલો કર્યો હતો

  • લેટિન અમેરિકન દેશ એક્વાડોરથી એક ચોંકાવનારા સમાચાર
  • લાઇવ પ્રસારણ દરમિયાન ટીવી સ્ટુડિયો પર 13 લોકોએ કર્યો હુમલો 
  • સત્તાવાળાઓએ તમામ માસ્ક પહેરેલા ઘૂસણખોરોની ધરપકડ કરી: રાષ્ટ્રીય પોલીસ વડા 

Gunmen Storm TV Channel In Ecuador : લેટિન અમેરિકન દેશ એક્વાડોરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં 13 લોકો પર આતંકવાદનો આરોપ મૂકવામાં આવશે કે જેમણે મંગળવારે (9 જાન્યુઆરી) લાઇવ પ્રસારણ દરમિયાન ટીવી સ્ટુડિયો પર હુમલો કર્યો હતો. મહત્વનું છે કે, આ માહિતી એક્વાડોર સરકારે આપી છે. અગાઉ એક્વાડોરના રાષ્ટ્રીય પોલીસ વડાએ બાદમાં જાહેરાત કરી હતી કે, સત્તાવાળાઓએ તમામ માસ્ક પહેરેલા ઘૂસણખોરોની ધરપકડ કરી છે. પોલીસ કમાન્ડર સેઝર ઝપાટાએ ટીવી ચેનલ ટેલિમાઝોનાસને જણાવ્યું હતું કે અધિકારીઓએ બંદૂકધારીઓ પાસેથી બંદૂકો અને વિસ્ફોટકો જપ્ત કર્યા છે.

એક અહેવાલ મુજબ મંગળવારે ઇક્વાડોરના બંદર શહેર ગ્વાયાક્વિલમાં 13 માસ્ક પહેરેલા લોકો બંદૂક સાથે ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટમાં પ્રવેશ્યા હતા. આ પછી તેણે લાઈવ ટીવી શો દરમિયાન જ સેટ પર હાજર લોકોને ધમકાવવાનું શરૂ કર્યું. સશસ્ત્ર લોકોએ ધમકી આપી હતી કે બધાએ શાંત રહેવું જોઈએ નહીં તો તેઓ બોમ્બ ફેંકી દેશે. હુમલા દરમિયાન બંદૂકધારીઓએ ગોળીબાર પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના લાઈવ ટીવી શો દરમિયાન ઓછામાં ઓછી 15 મિનિટ સુધી ચાલુ રહી. પહેલી જ મિનિટમાં લોકોને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે? સેટ પર હાજર દરેક લોકો ડરી ગયા.

ટીસી ટેલિવિઝન ચીફે શું કહ્યું ? 
આ તરફ ટીસી ટેલિવિઝનના ન્યૂઝ ચીફ એલિના મેનરિકે જણાવ્યું હતું કે, તે સ્ટુડિયોની સામે કંટ્રોલ રૂમમાં હતી જ્યારે માસ્ક પહેરેલા માણસોનું એક જૂથ બિલ્ડિંગમાં પ્રવેશ્યું હતું. મેનરિકે કહ્યું કે એક માણસે તેના માથા પર બંદૂક તાકી અને તેને ફ્લોર પર બેસવાનું કહ્યું. ત્યાં સુધી ઘટનાનું લાઈવ પ્રસારણ થયું હતું, જો કે લગભગ 15 મિનિટ પછી સ્ટેશનનું સિગ્નલ કપાઈ ગયું હતું. જોકે તે દરમિયાન સ્ટેશનના કોઈ કર્મચારીને ઈજા થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી.

વાંચો વધુ: સ્મૃતિ ઈરાનીએ સાડી પહેરીને કરી મદીનાની યાત્રા: અનેક દેશોના કટ્ટરપંથી ભડક્યા, જાણો શું છે વિવાદ

એક્વાડોરમાં 7 પોલીસકર્મીઓનું પણ અપહરણ
મેનરિકે ટેલિફોન ઇન્ટરવ્યુ દરમિયાન એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, હું હજી પણ આઘાતમાં છું. બધું ખતમ થઈ ગયું. હું માત્ર એટલું જ જાણું છું કે હવે આ દેશ છોડીને દૂર જવાનો સમય આવી ગયો છે. આ સિવાય એક ખૂબ જ ખતરનાક ડ્રગ માફિયા જોસ એડોલ્ફો મેકિયાસ (જેને ફીટો તરીકે પણ ઓળખવામાં આવે છે) એક્વાડોરની જેલમાંથી ભાગી ગયો હતો. આ પછી ગઈકાલે રાત્રે 7 પોલીસકર્મીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ સમગ્ર દેશ હચમચી ગયો હતો. દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ સોમવારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. રાષ્ટ્રપતિએ આદેશ આપ્યો કે, જેલોની સુરક્ષા સેના દ્વારા કરવામાં આવે. આ સિવાય દેશમાં કાર્યરત 20 ડ્રગ્સની હેરાફેરી કરતી ગેંગને આતંકવાદી જૂથ તરીકે જાહેર કરવામાં આવે તેવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ઇક્વાડોરની સૈન્યને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાની મર્યાદામાં આ જૂથોને ખતમ કરવા માટે મુક્ત લગામ આપવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ