બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 10:40 PM, 13 August 2023
ADVERTISEMENT
મગર એક ખતરનાક પ્રાણી છે જે સામાન્ય રીતે તળાવો, નદીઓ અથવા કેટલીકવાર જમીન પર જોવા મળે છે. પરંતુ એવું નથી થતું કે તમે ઘરમાં આરામથી બેઠા હોવ અને અચાનક જ ક્યાંકથી મગર બહાર આવી જાય. પરંતુ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયોમાં આવું જ દેખાયું છે. આ વીડિયોમાં એક મગર જમીનમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે અને કેટલાક લોકો સાધનોની મદદથી તેને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેની પાછળથી વધુ બે મગર બહાર આવે છે. આ ખૂબ જ ડરામણું છે. આ વીડિયો મેઘાલય રાજ્યનો હોવાનું જણાવાય છે.
ADVERTISEMENT
પ્લાસ્ટર તોડીને જોતા 3 મગર દેખાયા
અહીંના લોકોએ ઘરની નીચેથી કંઈ અવાજ સંભળાયો હતો, જમીન અંદર જાણે કે પ્રાણી લડી રહ્યાં હોય તેવું જણાતું હતું. પરંતુ તેની નીચે શું થઈ શકે કારણ કે જમીન પર પ્લાસ્ટર હતું. જોકે, આ પ્લાસ્ટર એક જગ્યાએથી તૂટી ગયું હતું અને જ્યારે લોકોએ તેની નીચે ડોકિયું કર્યું તો તેમના હોશ ઉડી ગયા હતા. હકીકતમાં મગર પ્લાસ્ટરની નીચે ફસાયેલો જોવા મળ્યો હતો. આ પછી ગભરાયેલા લોકોએ પ્લાસ્ટર તોડવાનું શરૂ કરતા જ 3 મગર એક પછી એક જમીન ફાડીને બહાર આવવા લાગ્યા હતા. આ બધું જોઈને આસપાસ ઊભેલી ભીડ ડરીને પાછી હઠી ગઈ હતી જોકે કેટલાક બહાદુર લોકોએ મગરને કાબુમાં લેવાનું શરુ કર્યું હતું.
લાખો લોકોએ જોયો વીડિયો
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો વખત જોવામાં આવ્યો છે અને લોકો તેના પર ઘણી કમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું - તમારે આગળ ખોદવું જોઈએ અને જોવું જોઈએ કે મગર બીજે ક્યાંય છે કે નહીં અને તેઓ ક્યાંથી આવી રહ્યા છે. અન્ય એક યુઝરે લખ્યું- જમીનની નીચેથી મગરોનો ઉદભવ કેટલો ડરામણો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.