બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / આવી ભૂલ કરી તો આવશે ભયાનક પરિણામ, સ્માર્ટફોનમાં થઈ શકે છે બ્લાસ્ટ, જાણી લો ફટાફટ

ટેક / આવી ભૂલ કરી તો આવશે ભયાનક પરિણામ, સ્માર્ટફોનમાં થઈ શકે છે બ્લાસ્ટ, જાણી લો ફટાફટ

Nirav Kumar

Last Updated: 04:20 PM, 28 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાના કારણે યુઝર્સને ગંભીર ઈજાઓ થવાના કેસ સામે આવી ચુક્યા છે. અમુક કેસમાં તો મૃત્યુ પણ થયા છે. જો તમે આવા અકસ્માતથી બચવા માંગતા હોવ તો અમુક ભૂલો ટાળવી જોઈએ.

જો તમે સ્માર્ટફોનને યુઝ કરતી વખતે અમુક સાવધાની નથી રાખતા તો તેમાં બ્લાસ્ટ પણ થઇ શકે છે. જેમાં છેલ્લા અમુક વર્ષોમાં ફોન યુઝ કરતી વખતે સ્માર્ટફોન બ્લાસ્ટ થવાના ઘણા કિસ્સા બન્યા છે. આથી એક્સપર્ટ અનુસાર ફોન અને તેના યુઝર્સ બંને માટે કોઈ જોખમ ટાળવા માટે તમારા ફોનનો ઉપયોગ કરતી વખતે અમુક સાવચેતી રાખવી જરૂરી છે. આજે અમે તમને એવી ભૂલો વિશે જણાવીશું જે ફોન બ્લાસ્ટનું કારણ બની શકે છે.

  • ફોનને ઊંચા તાપમાને રાખવો
    ફોનને ક્યારેય સીધા સૂર્યપ્રકાશ કે ઊંચા તાપમાનમાં ન રાખવો જોઈએ. તે ફોનની બેટરીમાં કેમિકલ રિએક્શનને વિક્ષેપિત કરી શકે છે અને તેના બ્લાસ્ટનું જોખમ વધારી શકે છે. આથી હંમેશા તમારા ફોનને સીધા સૂર્યપ્રકાશ અને ગરમીના સ્ત્રોતોથી દૂર રાખો.
  • ચાર્જ કરતી વખતે ઉપયોગ
    અમુક લોકો ફોન ચાર્જ કરતી વખતે તેનો ઉપયોગ કરે છે. જેમાં ગેમિંગ, કોલિંગ અથવા સ્ટ્રીમિંગ કરતી વખતે તેમના ફોનને ચાર્જિંગમાં રાખે છે. ચાર્જિંગ હિટ પ્રોડ્યુસ કરે છે. આ સમય દરમિયાન તેનો ઉપયોગ કરવાથી પ્રોસેસર અને બેટરી પર પણ ભાર પડે છે જેનાથી ફોન વધુ ગરમ થાય છે. આથી બ્લાસ્ટનું જોખમ વધે છે.
vtv app promotion
  • લો ક્વોલિટીના ચાર્જર
    અમુક લોકો લો ક્વોલિટીના ચાર્જર કે ચાર્જિંગ કેબલ ખરીદે છે અને તેનાથી ફોન ચાર્જ કરે છે. જે ખતરનાક સાબિત થઇ શકે છે. આવા ચાર્જર કે કેબલ ફોનને વધુ પડતો ચાર્જ કે વધુ ગરમ કરી શકે છે, જે ફોનના ઇન્ટર્નલ પાર્ટ તેમજ બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. આથી હંમેશા હાઈ ક્વોલિટીના કે ઓરીજનલ ચાર્જર અને કેબલનો ઉપયોગ કરવો જોઈએ.

વધુ વાંચો : જો ATM પિનમાં આ નંબર હશે, તો તરત જ ખાલી થઈ જશે તમારું બેંક ખાતું!

  • સોફ્ટવેર અપડેટ
     અમુક લોકો લાંબા સમય સુધી તેમના ફોનના સોફ્ટવેરને અપડેટ કરતા નથી. સોફ્ટવેર અપડેટથી ફોનને સિક્યોરિટી અપડેટ્સ અને બગ ફિક્સ થાય છે. જેના કારણે ફોન સ્મૂથલી રન થાય છે અને ઓવરહિટીંગ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Smartphone Phones Charging Explosions
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ