બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જો ATM પિનમાં આ નંબર હશે, તો તરત જ ખાલી થઈ જશે તમારું બેંક ખાતું!

કામની વાત / જો ATM પિનમાં આ નંબર હશે, તો તરત જ ખાલી થઈ જશે તમારું બેંક ખાતું!

Nirav Kumar

Last Updated: 04:48 PM, 26 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે મોટા ભાગના લોકો પાસે ATM કાર્ડ હોય છે. જેનો ઉપયોગ પૈસા ઉપાડવા માટે થાય છે. પણ જો તમારો PIN યુનિક ન હોય તો તમારા પૈસા જોખમમાં મુકાઈ શકે છે.

ATM માંથી પૈસા ઉપાડવા માટે PIN ની જરૂર પડે છે. જેમાં આ ચાર-અંકનો કોડનો ઉપયોગ તમારા ખાતામાંથી પૈસા ઉપાડવા માટે કરી શકતું નથી. પણ જો તમારો PIN ખૂબ જ સરળ હોય તો ફ્રોડ કરનારાઓ તેને સેકન્ડોમાં તોડી શકે છે. જેથી તમારા મહેનતથી કમાયેલા પૈસા ચોરાઈ જઈ શકે છે. સાયબર એક્સપર્ટ અનુસાર, અમુક નંબર સિક્વન્સ એટલા કોમન હોય છે કે, તેનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે.

જેમાં 1234 એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો ATM PIN છે. 0000 ને પણ અનેક લોકો પસંદ કરે છે. 1111, 2222, અથવા 3333 જેવા વારંવાર સમાન અંકો દાખલ કરતા PIN પણ સરળતાથી ટ્રેક થાય છે. 1212 અથવા 1122 જેવા પેટર્નવાળા PIN પણ સરળતાથી હેક થઈ શકે છે.  આ સિવાય તમારી જન્મ તારીખ અથવા મોબાઇલ નંબરના છેલ્લા ચાર અંકો પણ ખૂબ જ ખતરનાક ભૂલ સાબિત થઇ શકે છે.

આ માહિતી સરળતાથી ટ્રેક થઇ શકે છે. જેમાં તમારા પરિવારની જન્મ તારીખ, બાઇક અથવા કાર નંબર જેવા PIN ને પણ ઇઝીલી હેક કરી શકાય છે. જો તમે આમાંથી કોઈપણ નંબરનો ઉપયોગ કરીને તમારો પિન બનાવ્યો હોય તો તમારું એકાઉન્ટ જોખમમાં મુકાઈ શકે છે. સાયબર ક્રિમીનલ ઘણીવાર ગેસિંગ ટ્રીક અને બ્રુટ ફોર્સનો ઉપયોગ કરે છે. તેઓ પહેલા સૌથી સામાન્ય પિન અજમાવે છે. કેમ કે, લાખો લોકો ઇઝી પેટર્નવાળા પિનનો ઉપયોગ કરે છે.

vtv app promotion

જો તમે તમારા એકાઉન્ટને સિક્યોર રાખવા માંગતા હોવ તો એક યુનિક નંબર પસંદ કરો. જેમાં એક એવું કોમ્બીનેશન બનાવો જે તમારી જન્મ તારીખ, ફોન નંબર અથવા ઘરના સરનામા સાથે રીલેટેડ ન હોય. આ સિવાય એક મિક્સ પેટર્ન બનાવો, જેમાં અલગ અલગ નંબરનું કોમ્બીનેશન બનાવો જેનો કોઈ સરળતાથી અંદાજ ન લગાવી શકે. તથા દર 3-6 મહિને નિયમિતપણે તમારો પિન બદલતા રહો અને તમારા નજીકના મિત્રો સાથે પણ ક્યારેય તમારો ATM પિન શેર ન કરો.

વધુ વાંચો : તમને ઈન્કમ ટેક્સ રિફંડ હજું સુધી નથી મળ્યું? ક્યાં અટક્યું છે? આ રીતે ચેક કરો

ATM પિન તમારી બેંકિંગ સુરક્ષાની પહેલી વોલ મનાય છે. પરંતુ જો આ વોલ કમજોર હોય તો સાયબર અપરાધીઓ તમારા એકાઉન્ટને ઍક્સેસ કરી શકે છે. આથી તમારો પિનને સ્ટ્રોંગ બનાવો. જો તમે ઉપર જણાવેલ ઇઝી નંબરોમાંથી એક પસંદ કર્યો હોય તો તેને તરત જ બદલી કાઢો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unique PIN ATM PIN Cyber Experts
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ