બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમને ઈન્કમ ટેક્સ રિફંડ હજું સુધી નથી મળ્યું? ક્યાં અટક્યું છે? આ રીતે ચેક કરો
Last Updated: 01:29 AM, 26 November 2025
ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની સીઝન પૂરી થઈ ગઈ છે, પરંતુ ઘણા કરદાતાઓ હજુ પણ "રિફંડ" ની રાહ જોઈ રહ્યા છે. જે તમે સરકારને વધારાના ટેક્સ તરીકે ચૂકવ્યો છે. જો તમે સમયસર રિટર્ન ફાઇલ કર્યું હોય અને ઈ-વેરિફિકેશન પ્રોસેસ પણ પૂર્ણ કરી હોય પરંતુ હજુ પણ તમને "Your Account has been Credited" વાળો મેસેજ નથી આવ્યો તો એવું બની શકે કે, તમારું રિફંડ અટક્યું હોઈ શકે.
ADVERTISEMENT
તો આ સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી. રિફંડમાં વિલંબ એ સામાન્ય પ્રક્રિયાનો ભાગ હોઈ શકે છે. તમે તમારા સ્માર્ટફોન અથવા લેપટોપનો ઉપયોગ કરીને તમારા ઘરે પણ જાણી શકો છો કે તમારા પૈસા ક્યાં ફસાયેલા છે. જ્યારે તમે નાણાકીય વર્ષ દરમિયાન તમારી વાસ્તવિક કર જવાબદારી કરતાં વધુ કર ચૂકવો છો પછી ભલે તે TDS, એડવાન્સ ટેક્સ અથવા સેલ્ફ અસેસમેન્ટ ટેક્સના રૂપમાં હોય ત્યારે આવકવેરા વિભાગ ગણતરી બાદ વધારાની રકમ પરત કરે છે.
મોટા ભાગે એકવાર તમે તમારા રિટર્નનું ઈ-વેરિફિકેશન કરો છો પછી રિફંડની 4 થી 5 અઠવાડિયામાં પ્રોસેસ થઈ જાય છે અને રીફંડ સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે. પણ જો આ સમયમર્યાદા પસાર થઈ ગઈ હોય અને પૈસા ન આવ્યા હોય તો તમારે તાત્કાલિક સ્ટેટસ ચેક કરવું જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
પરંતુ સવાલ એ છે કે, મોડું કેમ થાય છે ? ઘણીવાર વિભાગ તરફથી બધું બરાબર હોય પરંતુ કરદાતાની એક નાની ભૂલ પૈસા રોકી શકે છે. જેમાં જો તમારું બેંક ખાતું પ્રી-વેલિડેટેડ નથી તો પૈસા ક્રેડિટ થશે નહીં. જો તમારું PAN અને Aadhaar લિંક નથી, તો રિફંડ પ્રક્રિયા નહીં થાય. જો બેંક મર્જરને કારણે તમારો IFSC કોડ બદલાઈ ગયો હોય અને તમે તેને અપડેટ ન કર્યો હોય તો રિફંડ રોકાઈ શકે છે. આ સિવાય બેંક ખાતા અને PAN કાર્ડ પર નામની જોડણીમાં થોડો તફાવત પણ રિફંડ અટકી શકે છે.
ADVERTISEMENT
જો તમને સ્ટેટસ ચેક કર્યા બાદ ખબર પડે કે ખોટી બેંક માહિતીને કારણે રિફંડ ફેલ થયું છે તો હતાશ ન થાઓ. વિભાગ તમને તેને સુધારવાનો મોકો આપે છે. ઈ-ફાઇલિંગ પોર્ટલ પર 'Services' ટેબ પર જાઓ અને 'રિફંડ રિ-ઇસ્યુ' ઓપ્શન પસંદ કરો. જ્યાં સાચી બેંક વિગતો અપડેટ કરો અને રીક્વેસ્ટ સબમિટ કરો. આ સિવાય સ્ટેટસમાં ટેકનિકલ શબ્દો પર ધ્યાન આપો. જો સ્ટેટસ 'Defective' હોય તો તેનો મતલબ એ કે ફોર્મમાં કોઈ ભૂલ છે જેને સુધારવાની જરૂર છે. જો તે 'પ્રોસેસ્ડ' બતાવે છે, તો તમારા પૈસા ટૂંક સમયમાં તમને મળી જશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.