બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / Teen loses both legs, fingers after eating takeaway leftovers

વાયરલ / ઘરનો દુશ્મન ! ફ્રીજમાં રાખેલું ખાવાનું ન ખાતા, છોકરાએ ખાધું, બીમાર પડતા પગ કપાવવા પડ્યાં

Hiralal

Last Updated: 08:18 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રીજમાં રાખેલું ખાવાનું ખાવું ક્યારેક જીવલેણ બની શકે છે. ન્યૂઝીલેન્ડમાં આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે.

  • ફ્રીજમાં રાખેલું ખાવાનું ખાવું ક્યારેય જીવલણે બની શકે છે
  • ન્યૂઝીલેન્ડમાં બની આવી ચોંકાવનારી ઘટના
  • છોકરાઓે  ફ્રીજમાં રાખેલું ખાવાનું ખાધું
  • પડ્યો ગંભીર રીતે બીમાર, આખા શરીરમાં પરુ થયું
  • છોકરાને બન્ને પગ કપાવવાનો વારો આવ્યો 

ફ્રીજમાં રાખેલું ખાવાનું ખાવું ખતરનાક સાબિત થઈ શકે છે અને ક્યારેક મોટી મુસિબતનો સામનો કરવો પડે તેવી એક ઘટના બની છે. સામાન્ય રીતે લોકો રેસ્ટોરન્ટમાંથી પેક કરાવેલું ખાવાનું ફ્રીઝમાં રાખતા હોય છે અને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાતા હોય છે પરંતુ આવું હમેંશા અનુકુળ રહેતું નથી. ક્યારેય આવું કરવું ઉલમાંથી ચૂલ પડવા જેવું બનતું હોય છે. 

ન્યૂઝીલેન્ડમાં બની આંખ ઉઘાડતી ઘટના 

ન્યૂઝીલેન્ડમાં બનેલી આ ચોંકાવનારી ઘટનામાં જેસી નામના છોકરાએ ફ્રીજમાં રાખેલું ભોજન આરોગ્યું હતું. પરંતુ ફ્રીજનું ખાવાનું ખાધા બાદ તે એટલો બધો બીમાર પડ્યો કે આખરે તેના બન્ને કપ કપાવવાની નોબત આવી. આ ઘટનાથી ચેતવા જેવું છે. છોકરો હોસ્ટેલમાં રહીને ભણતો હતો અને તેનો સાથીદાર બજારમાં ચીકન અને નૂડલ્ય સહિતની બીજી ખાદ્ય સામગ્રી લાવ્યો હતો પરંતુ ત્યારે જેસીને ભૂખ ન હોવાથી તેણે ખાવાનુ ફ્રીજમાં રાખી મૂક્યું હતું અને આ રીતે આખી રાત ભોજન ફ્રીજમાં પડી રહ્યું હતું. સવારમાં જયારે જેસીને ભૂખ લાગી ત્યારે તેણે ફ્રીજમા મૂકેલું રાતનું ભોજન ખાધું હતું. ભોજન ખાધા બાદ જેસીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેના હૃદયના ધબકારા અચાનક વધીને 166 ધબકારા પ્રતિ મિનિટ થઈ ગયા હતા, ત્યારબાદ તેને બેભાન કરવામાં આવ્યો હતો. 

ફ્રીજમાં રાખેલું ખાવાથી આખા શરીરમાં ઈન્ફેક્શન લાગ્યું 
રિપોર્ટ અનુસાર દર્દી હોસ્પિટલમાં દાખલ થયાના 20 કલાક પહેલા સુધી ઠીક હતો. પરંતુ જ્યારે તેણે રેસ્ટોરાંના ચોખા, ચિકન અને નૂડલ્સ ખાધા તો તેના પેટમાં દુખાવો અને ઉબકા આવવા લાગ્યા. આ પછી, તેની ચામડી જાંબુડિયા રંગની થવા લાગી હતી અને તેને તેની તપાસ માટે હોસ્પિટલના અન્ય વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. બાદમાં ખબર પડી કે જેસીને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ચેપ લાગ્યો હતો, જેના કારણે તેની કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી અને તેનું લોહી પણ ગંઠાઈ જવા લાગ્યું હતું.

શરીરમાં સેપ્સિસ ફેલાવા લાગ્યું, આખરે પગ કાપવા પડ્યાં 

જેસીના લોહીમાં કેટલાક બેક્ટેરિયા મળી આવ્યા હતા, જે જીવલેણ સેપ્સિસની નિશાની હતી. જેસીના શરીરમાં સેપ્સિસ ફેલાવા લાગ્યું ત્યારે તેના હાથની બધી જ આંગળીઓ કપાઈ ગઈ હતી અને ઘૂંટણની નીચેના પગ પણ કપાઈ ગયા હતા. જેસીને 26 દિવસ બાદ ભાન આવ્યું, પરંતુ હવે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

સેપ્સિસ શું છે 

સેપ્સિસ એ એક રોગ છે જે શરીરમાં કોઈક પ્રકારના ચેપને કારણે થાય છે. જ્યારે હાલના ચેપથી તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થાય છે ત્યારે સેપ્સિસ વિકસિત થાય છે. એટલે કે, એવું કહી શકાય કે જ્યારે તમને કોઈ ચેપ લાગ્યો હોય, ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડવા માટે પ્રોટીન અને અન્ય રસાયણો મુક્ત કરીને તેમની સામે લડે છે, પરંતુ જ્યારે આ પ્રતિક્રિયા નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે તેને સેપ્સિસ કહેવામાં આવે છે. સેપ્સિસનું કારણ બનેલા મોટાભાગના ચેપ બેક્ટેરિયાને કારણે થાય છે. કોવિડ -19, ઈન્ફલ્યુએન્ઝા અને ફંગલ ચેપ પણ સેપ્સિસનું કારણ બની શકે છે. સેપ્સિસને કારણે તાવ, હૃદયના ધબકારા વધી જવા અને શ્વાસ લેવામાં તકલીફ જેવા અન્ય લક્ષણો જોવા મળે છે. તે એક ગંભીર સ્થિતિ છે જેને તાત્કાલિક સારવારની જરૂર છે. જો તેની સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ બની શકે છે. તેના છેલ્લા તબક્કામાં સેપ્સિસનો આંચકો આવે છે, જેના કારણે અંગનિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા, સ્ટ્રોક અને મૃત્યુ પણ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ