ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsAppના ઇતિહાસમાં સૌથી મોટું અપડેટ, હવે નંબર વગર પણ કરી શકશો ચેટિંગ

ટેક / WhatsAppના ઇતિહાસમાં સૌથી મોટું અપડેટ, હવે નંબર વગર પણ કરી શકશો ચેટિંગ

Published By: Priyankka Triveddi

Last Updated: 08:20 PM, 9 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp યુઝર્સ માટે એક મહત્ત્વના સમાચાર છે. WhatsApp માં એક એવું ફીચર એડ થવા જય રહ્યું છે જેની રાહ યુઝર્સ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. હાલ આનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. શું છે આ ફીચર જાણો વિગતે..,

ADVERTISEMENT

Whatsapp New Feature: WhatsApp હવે એક એવી નવી સુવિધા પર કામ કરી રહ્યું છે, જે મેસેજિંગ દુનિયામાં મોટો ફેરફાર લાવી શકે છે. આ નવા અપડેટ દ્વારા વપરાશકર્તાઓને વધુ ગોપનીયતા અને સરળતા મળશે.

યુઝરનેમ ફીચરથી બદલાશે ચેટિંગનો અનુભવ

WhatsApp હવે તેના યુઝર્સ માટે એક નવી ‘યુઝરનેમ’ આધારિત સુવિધા રજૂ કરવા જઈ રહ્યું છે. જે ચેટિંગની રીતને સંપૂર્ણપણે બદલાવી શકે છે. અત્યાર સુધી WhatsApp પર કોઈ વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરવા માટે ફોન નંબર જરૂરી હતો પરંતુ હવે આ દૂર થવાનું છે. નવા ફીચર મુજબ યુઝર્સ તેમના માટે એક અનન્ય યુઝરનેમ પસંદ કરી શકશે અને તેના દ્વારા બીજા લોકો સાથે જોડાઈ શકશે.

તાજેતરના અહેવાલો મુજબ WhatsAppએ આ સુવિધાનો ટેસ્ટિંગ તબક્કો શરૂ કરી દીધો છે. જે હાલમાં Android અને iOS બંને પ્લેટફોર્મ પર કેટલાક પસંદગીના યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જો આ ફીચર સંપૂર્ણપણે લોન્ચ થાય છે તો તે WhatsAppના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સમાંનું એક બની શકે છે. આ ફીચર Instagram અને Telegram જેવી એપ્લિકેશન્સની જેમ કામ કરશે. જ્યાં યુઝર્સ ફક્ત યુઝરનેમ દ્વારા જ શોધી શકાય છે.

નંબર શેર કરવાની જરૂર નહીં

આ નવા યુઝરનેમ ફીચરનો સૌથી મોટો ફાયદો ગોપનીયતા છે. હાલમાં જ્યારે પણ તમે WhatsApp પર કોઈ નવા વ્યક્તિ સાથે જોડાઓ છો ત્યારે તમારો ફોન નંબર તે વ્યક્તિને દેખાય છે. પરંતુ આ નવી સુવિધા આવ્યા પછી તમે ફક્ત તમારો યુઝરનેમ શેર કરીને જ વાતચીત શરૂ કરી શકશો. જેના કારણે તમારો મોબાઇલ નંબર સંપૂર્ણપણે ખાનગી રહી શકે છે. આ સુવિધા ખાસ કરીને તેઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જે પોતાની વ્યક્તિગત માહિતી શેર કરવા માંગતા નથી. ઉપરાંત યુઝર્સ તેમની પ્રોફાઇલ અને ગોપનીયતા સેટિંગ્સ પર વધુ નિયંત્રણ મળશે. WhatsApp શક્યતા છે કે આવી સેટિંગ્સ પણ ઉમેરે જેમાં તમે નક્કી કરી શકો કે કોણ તમને મેસેજ મોકલી શકે અને કોણ નહીં.

સ્પામ મેસેજિસનો ખતરો અને પડકારો

જ્યાં આ ફીચર પ્રાયવસી માટે લાભદાયક છે. ત્યાં કેટલીક ચિંતાઓ પણ ઉભી થઈ રહી છે. મુખ્ય પ્રશ્ન એ છે કે શું આ ફીચરથી સ્પામ મેસેજિસમાં વધારો થઈ શકે? કારણ કે જો કોઈ વ્યક્તિ ફક્ત યુઝરનેમ દ્વારા તમને શોધી શકે તો અજાણ્યા લોકો તરફથી મેસેજ આવવાની સંભાવના વધી શકે છે. જો કે ટેક સેવી માને છે કે WhatsApp આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મજબૂત પ્રાયવસી ફીચર લાવશે. જેમ કે તમે અજાણ્યા યુઝર્સને બ્લોક કરી શકો અથવા મેસેજ રિક્વેસ્ટ સિસ્ટમ લાગુ થઈ શકે છે. આ રીતે યુઝર્સને સુરક્ષિત અનુભવ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

બિઝનેસ અને ક્રિએટર્સ માટે નવા અવસર

આ યુઝરનેમ આધારિત સિસ્ટમથી WhatsAppનો ઉપયોગ ફક્ત વ્યક્તિગત ચેટિંગ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ બિઝનેસ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પણ નવા અવસર ઉભા કરશે. હાલમાં ઘણા લોકો પોતાના ફોન નંબરો જાહેર કરવાનું પસંદ કરતાં નથી પરંતુ યુઝરનેમ ફીચરથી તેઓ સરળતાથી તેમના પ્રેક્ષકો સાથે જોડાઈ શકશે. આ બદલાવથી WhatsApp વધુ આધુનિક અને વ્યાવસાયિક સંચાર પ્લેટફોર્મ તરીકે વિકસશે. બ્રાન્ડ્સ, ઇન્ફ્લુએન્સર્સ અને નાના બિઝનેસ માટે આ એક મોટો લાભ સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ હવે તેમની ઓળખ સુરક્ષિત રાખીને વધુ લોકો સુધી પહોંચી શકશે.

આ પણ વાંચો: ગેમિંગ સ્માર્ટફોન ખરીદતા પહેલા જાણો આ ફીચર્સ વિશે, નહીં તો બેકાર જશે પૈસા

હાલમાં આ ફીચર ધીમે ધીમે રોલઆઉટ થઈ રહ્યું છે. અને બધાં યુઝર્સ માટે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે. જ્યારે આ ફીચર સંપૂર્ણ રીતે લોન્ચ થશે. ત્યારે WhatsApp પર ચેટિંગનો અનુભવ ક્યારેય પહેલાની જેમ નહીં રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp update tech news Whatsapp New Feature

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ