બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / VIDEO: શું તમારા ફોનમાં વાયરસ તો નથી ને? સરકારે સ્ટેપ બાય સ્ટેપ ફ્રોડથી બચવા બતાવી ગજબ ટ્રીક
Last Updated: 01:48 PM, 10 December 2024
ભારતમાં ખૂબ જ જડપથી સાયબર ક્રાઇમના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકોને ઠગવા માટે સ્કેમર્સ નવી-નવી રીતો શોધી રહ્યા છે અને લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. સ્કેમર્સ લોકોની પર્સનલ ડિટેલ્સ ચોરી કરીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. ઘણીવાર આ સ્કેમર્સ નકલી એપ્સ બનાવે છે જે અસલી એપ્સ જેવી જ દેખાય છે. ઘણા લોકો આ એપ્સ ડાઉનલોડ કરી લે છે અને પછી તેમની સંવેદનશીલ માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ, બેંક અને અન્ય ડિટેલ્સ લીક થઈ જાય છે.
ADVERTISEMENT
લોકોના ફોનમાં ઇન્સ્ટોલ થયેલી આ નકલી એપ્સ પર્સનલ ઇન્ફોર્મેશન હેકર્સ સુધી પહોંચાડે છે. હેકર્સ આનો દુરુપયોગ કરી શકે છે. હેકર્સ આ માહિતીનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી આચરે છે અથવા આ ઇન્ફોર્મેશન લોકોને બ્લેકમેલ કરવા માટે પણ વાપરી શકે છે. ખાસ કરીને હેકર્સ આવું ત્યારે કરે છે, જ્યારે તેમને યુઝર્સના પર્સનલ ફોટો અથવા વીડિયોનું ઍક્સેસ મળે છે.
आपके फोन में harmful apps तो नहीं?
— DoT India (@DoT_India) December 8, 2024
पता लगाने के लिए वीडियो देखें👇 pic.twitter.com/2xTkS90Lml
ADVERTISEMENT
ત્યારે બીજી તરફ સરકાર સાયબર ક્રાઇમને રોકવા માટે સતત પગલાં લઈ રહી છે. તાજેતરમાં જ દૂરસંચાર વિભાગે X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમે તમારા ફોનમાંથી આવી નકલી અને ખતરનાક એપ્સને કેવી રીતે ઓળખી શકો છો.

ADVERTISEMENT
તમારા સ્માર્ટફોનમાંથી ખતરનાક એપ્સ કેવી રીતે ઓળખશો?
ADVERTISEMENT
આ પણ વાંચો: નહીં પડે પાસવર્ડની જરૂર, ફટાક દઇને પેમેન્ટ થઇ જશે, સાથે સમય પણ બચશે, જાણો ટેક્નોલોજી
આવતીકાલથી લાગુ થઈ જશે આ નિયમ
ADVERTISEMENT
આ ઉપરાંત, જણાવી દઈએ કે આવતીકાલથી એટલે કે 11 ડિસેમ્બરથી, TRAI 'મેસેજ ટ્રેસેબિલિટી' નિયમ લાવી રહ્યું છે, જેના પછી ફેક મેસેજનું ટેન્શન ખતમ થઈ જશે. એવા કોઈપણ મેસેજને સ્વીકારવામાં આવશે નહીં, જેમાં ટેલીમાર્કેટરની નંબર સીરીઝનો યૂઝ કરવામાં નહીં આવ્યો હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.